Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ક્રેડિટ કાર્ડમાં EMI ટાળવુ જોખમી મોરેટોરિયમનો લાભ મોંઘો પડશે

નવી દિલ્હી, તા., ૨૩: ભારતીય રિઝર્વ બેંક  શુક્રવારે તમામ પ્રકારની લોનની મોરેટોરિયમ અવધી ૩ મહિના વધારી ૩૧ ઓગષ્ટ ર૦ર૦ કરી દીધી છે.  આ નિર્ણયથી કાર-હોમ લોન સહિત તમામ લોનના ઇએમઆઇ (હપ્તા) ચુકવવામાંથી ૩ મહિના રાહત મળી ગઇ છે. આમા ક્રેડીટ કાર્ડનું બીલ પણ સામેલ છે. જો કે નાણાકીય બાબતના વિશેષજ્ઞોના કહેવા મુજબ ક્રેડીટ કાર્ડ બીલ ઉપર ૩ મહિનાનું મોરેટોરિયમ નુકશાનીના સોદા રૂપ છે. બેંક ક્રેડીટ કાર્ડ ઉપર ૪૮ ટકા સુધીના દરથી વ્યાજ વસુલવામાં આવે છે.  આ વચ્ચે કાર્ડ ધારકો માટે મોરેટોરિયમ ન લેવુ અથવા ઓછામાં ઓછી ચુકવણીનો વિકલ્પ નક્કી કરવો ફાયદાનો સોદો નીવડી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે રીઝર્વ બેંકે જે રાહતનું એલાન કર્યુ છે તેમાં મૂળ રાશીનું ચુકવણું આવે છે. સંભવ છે કે બેંક રીપેમેન્ટ પીરીયડમાં ગ્રાહક પાસેથી ચક્રવૃધ્ધિ વ્યાજ લેવામાં આવે છે.

આ વચ્ચે મોરેટોરિયમ પીરીયડ પુરો થવા પછી ખાસ કરીને ક્રેડીટ કાર્ડ કસ્ટમર્સ ઉપર ભારે વસુલી કરવી પડશે. એક અનુમાન મુજબ જો કોઇ ક્રેડીટ કાર્ડ કસ્ટમર્સ ઉપર બેંકના ૪૦ હજાર રૂપીયા  માર્ચમાં લેણા નીકળે છે તો ૩૧ ઓગષ્ટ -ર૦ર૦ સુધી મોરેટોરિયમનો લાભ લેતો  લગભગ ૪૮ હજાર રૂપીયા ચુકવવા પડે છે. આ આંકડામાં વ્યાજ અને જીએસટી  શુલ્ક લાગુ પડશે. ક્રેડીટ કાર્ડના લેણા પર લગભગ ર૪ થી ૪૮ ટકા વાર્ષિક દરથી વ્યાજ લાગે છે. તજજ્ઞોનું કહેવું છે કે મોરેટોરીયમમાં તમને ૬ મહિના માટે ઇએમઆઇથી રાહત મળે છે પરંતુ  બેંકો ૪૮ ટકા સુધી વ્યાજ વસુલી શકે છે. જે તમારા માટે નુકશાનનો સોદો ગણી શકાય.

(2:50 pm IST)