Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

સંસદનું મોન્સુન સત્ર જુલાઇના અંતિમ સપ્તાહમાં પ્રારંભ થવાની સંભાવના

કોરોના વાયરસના પ્રકોપને જોઇને દેશમાં સતત ચોથીવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જોકે હવે રેલવે, વિમાન સહિત અનેક ક્ષેત્રોમાં સરકાર છૂટછાટ આપી રહી છે. સરકાર હવે કોરોના વાયરસની ન્યુ નોર્મલ માનીને કામકાજને આગળ વધારવાના પ્રયત્નો કરી રહી છે. એવામાં સવાલ એ ઉભો થાય છે કે, શું જુલાઇ મહિનાથી શરૂ થનારૂ મોન્સુન સત્ર આ વખતે સમયસર શરૂ થશે ? સૂત્રોના જણાવ્યા મુજબ જો કોરોનાની સ્થિતિ કાબુમાં રહે તો મોન્સુન સત્ર સમયસર યોજાશે. એટલે કે જુલાઇના ત્રીજા અથવા અંતિમ સપ્તાહમાં સંસદના મોન્સુન સત્રની બેઠક યોજવાની શકયતા છે. સંસદનું મોન્સુન સત્ર સામાન્ય રીતે જોઇએ તો જુનના અંતિમ સપ્તાહ અથવા જુલાઇના પ્રથમ સપ્તાહ પ્રારંભ થાય છે. ગયા વર્ષે સંસદનું મોન્સુન સત્ર ૨૦ જુનથી ૭ ઓગષ્ટ સુધી ચાલ્યું હતુ

(3:56 pm IST)