Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોરોનાની ગાડી રોકાતી નથીઃ કેરલમાં કોરોનાના ૪૨ કેસ નવા નોંધાયા

કેરલમાં આજ કોરોનાના ૪૨ નવા કેસ નોંધાયા છે આ રાજયમા એક સિમા કોરોનાના કેસોમા સૌથી મોટી બઢોતરી છે આ ૪૨ કેસમાંથી ૧૭ વિદેશથી પરત ફરેલા છે અને ૨૧ મહારાષ્‍ટ્રથી છે રાજયમા હવે કોરોનાના પોઝીટીવ કેસોની કુલ સંખ્‍યા ૭૩૨ છે આમા ૨૧૬ સક્રિય કેસ છે.

(12:00 am IST)
  • લોકડાઉન દરમ્યાન મૂકેશ અંબાણીએ એકઠા કર્યા રૂ. ૬૪૦૦૦ કરોડ : દેશવ્યાપી લોકડાઉન દરમ્યાન એશિયાના સૌથી શ્રીમંત વ્યકિત મુકેશ અંબાણીએ એવું કરી બતાડયું જે અંગે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ પણ વિચારી ન શકે : લોકડાઉનના ૧ માસમાં તેમણે ૧૦ અબજ ડોલર એટલે કે ૬૪૦૦૦ કરોડ રૂપિયા મેળવ્યા છે આ રકમ તેમણે જિયોપ્લેટફોર્મ માટે મેળવ્યા છે : સર્વત્ર કામકાજ ઠપ્પ હતું ત્યારે તેમણે આ કામ નિપટાવ્યું : અમેરિકી કંપની કેકેઆર એન્ડ કંપનીએ જિયોમાં ૧૧૩.૭ અબજ રૂપિયા રોકવા જણાવ્યું છે તે ર.૩ ટકા હિસ્સેદારી ખરીદી રહ્યું છે : અંબાણીએ માર્ચ સુધીમાં રિલાયન્સને દેવામાંથી મુકત કરવાની જાહેરાત કરી છે access_time 3:25 pm IST

  • બ્રાઝિલ અને રશિયામાં સ્થિતિ કાબૂ બહાર: સાઉદી અરેબિયા અને યુએઈ-દુબઈમાં ઈદના દિવસે પણ મસ્જિદો બંધ રહેશે બ્રાઝિલમાં ૨૪ કલાકમાં 1188 મોત.: કોરોનાના કેસ ૨૪ કલાકમાં ૧૮,૫૦૦ નોંધાયા કુલ મૃત્યુ 20 હજાર ઉપર : રશિયામાં પણ એક જ દિવસમાં 150 મોત અને નવા 9 હજાર કેસ નોંધાયા છે access_time 11:53 pm IST

  • ભારે વરસાદ માટે પણ અપાયેલ તાકિદઃ આવતીકાલે પશ્ચિમ બંગાળ, સિકકીમ, આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન તંત્રે આગાહી કરી છે access_time 10:27 am IST