Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

માકપા લોકસભા ચૂંટણીમાં મમતા અને મોદી બંન્નેને હરાવશે જ્યારે કેરલમાં અમે કોંગ્રેસને હરાવીશું :યેચુરી

કર્ણાટકમાં વિપક્ષી શક્તિ પ્રદર્શન છતાં મતભેદો યથાવત :સીપીએમએ કહ્યું મમતા બેનર્જી સાથે હાથ મેળવવાનો કોઈ સવાલ નથી

નવી દિલ્હીઃ કર્ણાટકમાં એચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહને વિપક્ષના શક્તિ પ્રદર્શન તરીકે જોવાઈ રહ્યું છે વિપક્ષી દળ દેખાડવા માટે તો એક મંચ પર આવી ગયા, પરંતુ મનની કળવાશ દૂર થઈ નથી. નેતાઓના આ પ્રકારના વલણને કારણે 2019માં ભાજપને ઘેરવા માટે મહામોરચાના ગઠબંધન પર સવાલ ઉભા થઈ રહ્યાં છે. 

   સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે  ભાજપને રોકવા માટે વિપક્ષની એકતાના નામ પર ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીની સાથે હાથ મેળવવાનો સવાલ જ ઉઠતો નથી. ટીએમસી અને સીપીએમની વચ્ચે મતભેદોની ખાઈથી તમામ વિપક્ષી પાર્ટીઓનું અંતર ઓછુ થતું લાગી રહ્યું નથી. શપથ ગ્રહણ સમારોહમાં મમતા યેચુરી એક મંચ પર નજર આવ્યા, પરંતુ અલગ-અલગ ખૂણામાં  રહ્યાં હતા .

શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે સીતારામ યેચુરીએ કહ્યું કે, દેશમાં ભાજપને રોકવા માટે વિપક્ષની એકતાના નામ પર પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સાથે હાથ મેળવવાનો સવાલ ઉઠતો નથી. યેચુરીએ જણાવ્યું કે ભાજપની આગેવાનીવાળી સરકાર દેશમાં અને મમતા બેનર્જીની આગેવાનીમાં ટીએમસી સરકાર બંગાળમાં એક સમના રૂપથી લોકતંત્રની હત્યા કરી રહી છે. તેમણે કહ્યું કે, માકપા આગામી વર્ષે લોકસભા ચૂંટણીમાં મમતા અને મોદી બંન્નેને હરાવશે. જ્યારે કેરલમાં અમે કોંગ્રેસને હરાવીશું. 

(8:59 pm IST)