Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

દિલ્હીમાં ૧પ લાખ સીસીટીવી કેમેરા ફીટ કરવાનો કોન્ટ્રેકટ મેળવનાર ચાઇનીઝ પેઢી અમેરિકાના રડારમાં

આ પેઢી ચાઇનીઝ સરકાર હસ્તક હોવાની શંકાથી અમેરિકાના 'વોચ લીસ્ટ'માં આવી

નવી દિલ્હી, તા., ર૩: દિલ્હીમાં ૧પ લાખ સીસીટીવી કેમેરા ઇનસ્ટોલ કરવાનો   કોન્ટ્રેકટ મેળવનાર ચાઇનીઝ પેઢીના પેટા કોન્ટ્રેકટ ઉપર અમેરિકા બાઝ નજર રાખી રહયું છે. આ પેઢી દ્વારા રાજધાની દિલ્હીની મહત્વની હિલચાલને પાછલા  બારણેથી એકઠી થવાની આશંકા સલાહકારોએ દર્શાવી છે. સંબંધીત સુત્રોએ આ એજન્સી ચીન સરકારની હોવાનો મુદ્દે પણ શંકા વ્યકત કરી છે.

જયારે ડીફેન્સ પબ્લીક સેકટર યુનીટ ભારત ઇલેકટ્રોનીકસ લીમીટેડ (બીઇએલ) એ પ્રમા હિકવીઝન ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ દ્વારા ઉત્પાદીત કેમેરા સપ્લાય કરવા બીડ કર્યુ હતું. પ્રમા હીકવીઝનના સીનીયર સતાવાળા ચંદ્રશેખરએ ટાઇમ્સને જણાવેલ કે, પ્રમા હિકવીઝન, હિકવીઝન કંપનીની પેટા  એજન્સી છે. જયારે પ્રભાત ભટ્ટાચાર્ય કે જેઓ સીનીયર પબ્લીક રીલેશન ઓફીસર છે. તેમણે હિકવીઝનનો હિસ્સો ઇન્ડીયા-ચાઇના વેન્ચર પ્રમા હિકવીઝનમાં પ૮ ટકા હોવાનું જણાવેલ.

 દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમીટીના પ્રમુખ અજય માકને દિલ્હીની 'આપ' સરકાર રાષ્ટ્રીય સલામતીના મામલે બાંધછોડ કરી રહયાનો આક્ષેપ કર્યો ત્યારે આ વિવાદ સપાટી પર આવ્યો હતો. ચાઇનીઝ પેઢી માટે આ વિવાદ નવો નથી. આ પહેલા અમેરિકાના ઓર્ગેનાઇઝેશન કંપનીના  ઉત્પાદનને અનેકવાર રીજેકટ કર્યુ હતું. આ પેઢી કે કંપની દ્વારા અફઘાનીસ્તાનના આર્મી બેઇઝ  પર લગાવાયેલા  કેમેરા  અને  યુએસ એમ્બેસીમાં લગાવાયેલા કેમેરા હટાવી દેવાયા હતા અને યુએસ એરફોર્સ દ્વારા ગયા વર્ષે હિકવીઝન વિડીયો સર્વેેલન્સનું  ટેન્ડર  રદ કરી નાખવામાં આવ્યું હતું. આ પેઢીના મુદ્દે યુકેમાં પણ વિવાદ ઉઠી ચુકયો છે.

૪ મે-ર૦૧૭ના અમેરિકાના સરકારી વિભાગ હોમલેન્ડ સિકયુરીટી એડવાઇઝરી દ્વારા જણાવાયેલ કે આ કંપનીના કેમેરાના કોન્ફીગ્રેશન અને પાસવર્ડ ઓન્થેન્ટીક (પ્રમાણીત) નથી. સંવેદનશીલ માહીતી એકઠી કરવાની શંકા પણ ગાઢ બની છે. જો કે, પ્રમા હિકવીઝન દ્વારા આ આક્ષેપોને નકારાયા છે. અમે પોતે કે કોઇની દોરવણી હેઠળ પાછલા બારણાની કોઇ પ્રવૃતી હેતુ પુર્વક  કરતા નથી. પ્રમા વિઝન કેમેરાની માહીતી પોતાની પાસે નથી રાખી શકતી તેવું પણ તેમણે ખુલાસો કરતા જણાવેલ. આ તમામ માહીતી કે ડેટા  સરકાર હસ્તકની એજન્સી સુધી જ રહે છે.

માકનના આક્ષેપોનો જવાબ આપતા દિલ્હી સરકારના સતાવાળાઓએ જણાવેલ કે, દિલ્હી મેટ્રો રેલ અને ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ  હિકવીઝનના કેમેરા ઉપયોગમાં લેવાય છે. આ બારામાં ડીઆરડીઓ દ્વારા કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.

ભારત ઇલેકટ્રોનીકસ લીમીટેડ (બીઇએલ) દ્વારા આ મુદ્દે જણાવાયું કે, સુરક્ષાદળો માટે મોકલાતા ઉત્પાદન માટે સુરક્ષા સંબંધી કોઇ બાંધછોડ કરવામાં આવી નથી. સિવિલીયનોના ઉપયોગ માટે જ આ ઉત્પાનનો ઉપયોગ થયો છે, મીલેટ્રી માટે નહી.

દરમિયાન કોન્ટ્રેકટ હજુ સાઇન થયો નથી. દિલ્હીના લેફનેન્ટ ગર્વનરે આ મુદ્દે ઉચ્ચ કક્ષાની કમીટી તપાસ માટે રચવાનું જણાવતા મામલો વધુ ચગ્યો છે.

(4:19 pm IST)