Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ખેડુતોનું હિત ધ્યાનમાં રાખી કોન્ટ્રેકટ ખેતીના કાયદાને રાજયોની લીલીઝંડી

દિલ્હીમાં કૃષિ મંત્રીઓના સંમેલનમાં નિર્ણયઃ ઉપજનો પુરો ભાવ મળશે

નવી દિલ્હી, તા., ૨૩: ખેડુતોની તેની ઉપજનું ઉંચુ મુલ્ય મળે તે માટે સરકાર દ્વારા એક કાનુની બદલાવ સુધાર લાવવા પ્રયાસ કર્યો છે. કોન્ટ્રેકટ ખેતી (ખેતીના ઠેકા કાનુન) મુજબ કાયદાને ગઇકાલે કેદ્ર સરકારે લીલીઝંડી આપી છે. રાજયના કૃષિ મંત્રીઓના રાષ્ટ્રીય સંમેલનમાં કોન્ટ્રાકટ ખેતીના કાયદા પર રાજયોએ તેની સહમતી આપી છે.

રાજયો તેની સુવિધા અનુસાર સંશોધન કરવા છુટ આપી છે. પરંતુ ખેડુતોના હિત સાથે કોઇ સમજોતા નહી કરવામાં આવે ઠેકા કોન્ટ્રાકટ ખેતીની ઉત્પાદનો તેના મુલ્ય નિર્ધારવામાં ભુતકાળ વર્તમાન અને આગામી ઉપજ કરાર સામેલ થશે.

આ સંમેલનમાં કેન્દ્રીય કૃષી મંત્રી રાધા મોહનસિંહ, કૃષી રાજયમંત્રી કૃષ્ણારાજ, ગજેન્દ્રસિંહ શેખાવત, પરસોતમભાઇ રૂપાલા અને નિતી આયોગનાસભ્ય પ્રો. રમેશચંદ્ર  ઉપરાંત રાજયના કૃષીમંત્રીઓએ ભાગ લીધો હતો.

આ કોન્ટ્રાકટ કૃષી કાયદામાં અનેક મુખ્ય બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. જેમાં ખેડુતોના હિતો સર્વોપરી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ સંમેલનમાં કોન્ટ્રેકટ કૃષી ઉપજને કૃષિ ઉત્પાદન કાનુન હેઠળ ન લાવી અલગ રાખવા સામાન્ય સુર હતો.

(2:47 pm IST)