Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મોદી સરકારની ૪ વર્ષની સિધ્ધીની પ્રસિધ્ધી માટે ર૬ મીથી અભિયાન

ર૬ મીએ પ્રબુધ્ધો માટે કાર્યક્રમઃ ૧પ દિ' સંપર્ક યાત્રાઃ ર૮ મીએ બાઇક રેલીઃ ૩૦-૩૧ મીએ સ્વચ્છતા અભિયાનઃ ૧ થી ૧પ જુન ગામડાઓમાં સભા

લખનૌ તા. ર૩ :.. વર્ષ ર૦૧૯ માં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઇને હવે ભાજપ એકશન મોડમાં છે. નરેન્દ્રભાઇ મોદી સરકાર ચાર વર્ષ સત્તામાં પુર્ણ કરી રહી છે. આવી સ્થિતીમાં પાર્ટીના પ્રયાસ છે કે આ ચાર વર્ષની સિધ્ધીઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવનાર છે. આના મારફતે વર્ષ ર૦૧૯ માટે મજબુત માહોલ પણ સર્જવામાં આવનાર છે.

સરકારની ચાર વર્ષની સિધ્ધીઓને ગામ, બુથ અને દરેક ચાર રસ્તા પર પહોંચાડી દેવાના પ્રયાસ કરવામાં આવનાર છે. તે માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવનાર છે. પાર્ટી આને માટે આશરે ૧પ દિવસ સુધી એક અભિયાન છેડનાર છે. જેમાં સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવનાર છે. કાર્યક્રમની શરૂઆત ર૬ મી મે ના દિવસથી કરવામાં આવનાર છે. આ તમામ કાર્યક્રમ ૧૧ મી મે સુધી ચાલનાર છે.  આ ગાળા જૂન દરમિયાન પાર્ટીનું ધ્યાન મધ્યમ વર્ગ પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. મધ્યમ વર્ગના પોતાના પરંપરાગત મતદારોને જાળવી રાખવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરોમાં ભાજપની સ્થિતિ નબળી પડી રહી છે. શહેરોમાં ભાજપની સ્થિતી નબળી પડી રહી છે. જેને મજબુત કરવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. આની શરૂઆત બુધ્ધિજીવી સંમેલન સાથે કરવામાં આવનાર છે. જિલ્લામાં સાહિત્યકારો, બુધ્ધીજીવીઓ, કલાકારોના સંમેલન થશે. ત્યારબાદ ૧૧ મી જુન સુધી કેન્દ્ર સરકારની સિધ્ધીઓના દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે. આ સિધ્ધીઓના દસ્તાવેજો લોકોની અંદર આપવામાં આવશે.

અભિયાનમાં કેન્દ્ર અને પ્રદેશ સરકારના પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો હાજર રહેશે. મેયર, જિલ્લા પંચાયતના અધ્યક્ષો પણ આમાં સામેલ થનાર છે.

ર૬ મી મે થી ૧૧મી જુન સુધી બુથ સંપર્ક અભિયાન પણ ચલાવવામાં આવનાર છે. પછાત અને અનુસુચિત જાતિ બહુમતીવાળા ગામોમાં ગ્રામસ્વરાજ અભિયાન બાદ હવે  બીજા તબકકામાં પાર્ટી ગ્રામ ચૌપાલનું આયોજન કરશે. આ વખતે દરેક સેકટરથી એક ગામની પસંદગી કરાશે. અલબત આમાં પણ સામાજિક સમીકરણોને  ધ્યાનમાં લેવામાં આવશે. એવા ગામોને મહત્વ આપવામાં આવશે જેમાં ભાજપની સ્થિતિ નબળી રહી છે. આ પદાધિકારીની જવાબદારી ઓછામાં ઓછા ચાર ગ્રામ પંચાયતની રહેશે. આના માટે સાંજે છ વાગ્યાથી લઇને રાત્રે ૧૦ વાગ્યા સુધી સમય રાખવા માટે કહેવામાં આવ્યું છે.

આ ગાળા દરમિયાન યોજનાઓથી વંચિત રહી ગયેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવશે. પાર્ટીની નજર આ બહાને ૧૪૦૦૦ થી વધારે ગામડાઓમાં પોતાના ચૂંટણી અભિયાન ઉપર વધારે ધ્યાન આપવાનો રહેશે.

(2:38 pm IST)