Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

મિશન ૨૦૧૯ : ૪ વર્ષની સિદ્ધીથી માહોલ બનાવાશે

ભાજપના એક્શન પ્લાનને હવે આખરી ઓપ : ૨૬મીથી કાર્યક્રમો શરૂ : ગામ, બુથ અને દરેક ચાર રસ્તા પર સિદ્ધીઓ પહોંચાડાશે : ૧૫ દિવસ અભિયાન ચાલશે

લખનૌ,તા. ૨૨ : વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઇને હવે બાજપ એક્શન મોડમાં છે. નરેન્દ્ર મોદી સરકાર ચાર વર્ષ સત્તામાં પૂર્ણ કરી રહી છે. આવી સ્થિતીમાં પાર્ટીના પ્રયાસ છે કે આ ચાર વર્ષની સિદ્ધીઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવનાર છે. આના મારફતે વર્ષ ૨૦૧૯ માટે મજબુત માહોલ પણ સર્જવામાં આવનાર છે. આ જ કારણ છે કે સરકારની ચાર વર્ષની સિદ્ધીઓને ગામ, બુથ અને દરેક ચાર રસ્તા પર પહોંચાડી દેવાના પ્રયાસ કરવામાં આવનાર છે. આના માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવનાર છે. પાર્ટી આને માટે આશરે ૧૫ દિવસ સુધી એક અભિયાન છેડનાર છે. જેમાં સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવનાર છે. કાર્યક્રમની શરૂઆ ૨૬મી મેના દિવસથી કરવામાં આવનાર છે. આ તમામ કાર્યક્રમ ૧૧મી મે સુધી ચાલનાર છે. આ ગાળા દરમિયાન પાર્ટીનુ ધ્યાન મધ્યમ વર્ગ પર કેન્દ્રિત કરવામા ંઆવ્યુ છે. મધ્યમ વર્ગના પોતાના  પરંપરાગત મતદારોને જાળવી રાખવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરોમાં ભાજપની સ્થિતી નબળી પડી રહી છે. શહેરોમાં ભાજપની સ્થિતી નબળી પડી રહી છે. જેને મજબુત કરવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. આની શરૂઆત બુદ્ધિજીવી સંમેલન સાથે કરવામાં આવનાર છે. જિલ્લામાં સાહિત્યકારો, બુદ્ધીજીવીઓ, કલાકારોના સંમેલન થશે. ત્યારબાદ ૧૧મી જુન સુધી કેન્દ્ર સરકારની સિદ્ધીઓના દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે. આ સિદ્ધીઓના દસ્તાવેજો લોકોની અંદર આપવામાં આવશે. અભિયાનમાં કેન્દ્ર અને પ્રદેશ સરકારના પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો હાજર રહેશે. મેયર, જિલ્લા પંચાયતના અધ્યક્ષો પણ આમાં સામેલ થનાર છે. ૨૬મી મેથી ૧૧મી જુન દરમનિયાન બુથ સંપર્ક અભિયાન પણ ચલાવવામાં આવનાર છે.

(12:45 pm IST)