Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

ચૂંટણી પંચ રોકડ પર નજર રાખી રહ્યું છે : હવે મતદારોને યુપીઆઈ દ્વારા પૈસા મળશે તો પણ RBIને ખબર પડી જશે

રિઝર્વ બેંકે ઉમેદવારો કે રાજકીય પક્ષોને પત્ર લખીને મતદારોને લાંચ આપવા માટે ઓનલાઈન પેમેન્‍ટના માધ્‍યમનો ઉપયોગ ન કરવા જણાવ્‍યું છે : ચૂંટણી પંચ સામાન્‍ય ચૂંટણીઓમાં ઓનલાઈન પેમેન્‍ટ પર પણ નજર રાખશે

મુંબઈ તા. ૨૩ : દેશની સેન્‍ટ્રલ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ નોન-બેંક પેમેન્‍ટ ઓપરેટર્સ અથવા ઓનલાઈન પેમેન્‍ટ કંપનીઓ પર મોટી જવાબદારી સોંપી છે. રિઝર્વ બેન્‍કે આ ઓનલાઈન કંપનીઓને ચાલી રહેલી સામાન્‍ય ચૂંટણી દરમિયાન ઉચ્‍ચ મૂલ્‍યના વેપારી ચૂકવણીઓ પર નજર રાખવા અને તેની જાણ કરવા જણાવ્‍યું છે. આ એટલા માટે છે કે પૈસાથી વોટ ખરીદવાના કોઈપણ પ્રયાસને રોકી શકાય.

૧૫ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ લખેલા પત્રમાં, રિઝર્વ બેંકે પેમેન્‍ટ સિસ્‍ટમ ઓપરેટર્સ (પીએસઓ) ને મતદારોને પ્રભાવિત કરવા અથવા ચૂંટણી ઉમેદવારોને આડકતરી રીતે નાણાં આપવા માટે ઈ-ફંડ ટ્રાન્‍સફર સિસ્‍ટમનો સંભવિત દુરૂપયોગ અટકાવવા જણાવ્‍યું છે. પત્રમાં કહેવામાં આવ્‍યું છે કે મતદારોને પ્રભાવિત કરવા માટે ચૂકવણીની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. શક્‍ય છે કે કોઈ ઉમેદવાર અથવા રાજકીય પક્ષ મતદારોને ઓનલાઈન પૈસા ટ્રાન્‍સફર કરી શકે જેથી મતદાર ચોક્કસ ઉમેદવારની તરફેણમાં મત આપે.

વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે પેમેન્‍ટ કંપનીઓએ ખાસ કરીને ઉચ્‍ચ મૂલ્‍યની ચૂકવણીઓ અથવા શંકાસ્‍પદ ચૂકવણીઓ પર નજર રાખવી જોઈએ. આ ઉપરાંત, રિકરિંગ પર્સન ટુ પર્સન પેમેન્‍ટ્‍સને પણ તપાસના દાયરામાં લાવી શકાય છે. નોંધનીય છે કે PSOમાં Visa, MasterCard અને RuPay જેવા નેટવર્કનો સમાવેશ થાય છે. આની સાથે, રેઝરપે, કેશફ્રી, CCAvenue અને Mswipe જેવી ફિનટેક કંપનીઓ તમામ રેગ્‍યુલેટેડ પેમેન્‍ટ એગ્રીગેટર છે. બજારમાં સેવા આપતી અન્‍ય કંપનીઓ જેમ કે Paytm, PhonePe, BharatPe અને MobiKwik મોબાઈલ વોલેટ લાઇસન્‍સ ધારકો છે.

સેન્‍ટ્રલ બેંકે તેના નિર્દેશમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ટાંકી છે. તેણે પેમેન્‍ટ કંપનીઓને શંકાસ્‍પદ વ્‍યવહારોને ટ્રેક કરવા અને સંબંધિત અધિકારીઓને તેની જાણ કરવા પણ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક રીતે ચૂંટણી દરમિયાન રોકડનો વ્‍યાપ વધ્‍યો છે. આરબીઆઈએ સામાન્‍ય રીતે બેંકોને રોકડની હિલચાલ પર નજર રાખવાની સૂચના આપી છે.

હાલમાં ઓનલાઈન પેમેન્‍ટની લોકપ્રિયતા એટલી હદે વધી રહી છે કે શગુન જેવી ધાર્મિક વિધિમાં પણ લોકો ઓનલાઈન પેમેન્‍ટ કરે છે. આજકાલ, ભિખારીઓ પણ ભીખ માંગવા માટે આ પ્રકારનો મ્‍ય્‍ કોડ તેમના બાઉલ અથવા ભીખ માગવાના વાસણો પર ચોંટાડી રાખે છે. એટલા માટે યુનિફાઈડ પેમેન્‍ટ ઈન્‍ટરફેસ અને કાર્ડ પેમેન્‍ટની લોકપ્રિયતાને ધ્‍યાનમાં રાખીને રેગ્‍યુલેટર ઈચ્‍છે છે કે આ ચેનલો પર પણ નજર રાખવામાં આવે. જયારે અહીંથી પણ મોનિટરિંગ થશે તો તેનો દુરૂપયોગ કરનારાઓ ડરી જશે.

(10:36 am IST)