Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રિઝર્વ બેંકે કોમર્શિયલ બેંકોને કેટલીક શરતો સાથે ૫૦ ટકા ડિવિડન્ડ ચુકવવા મંજૂરી આપી

સહકારી બેંકોના મામલામાં ડિવિડન્ડ પરના બધા અંકુશો હટાવાયા

નવી દિલ્હી,તા. ૨૩: ભારતીય રિઝર્વ બેંકે કોમર્શીયલ બેંકોને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે કેટલીક શરતો અને સીમા (મર્યાદા) સાથે ડિવિડન્ડ ચૂકવવાને મંજુર આપી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે કોમર્શીયલ બેંકો ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ પુરા થયેલા નાણાકીય વર્ષ માટે પ્રોફીટમાંથી ઇકવીટી શેર પર પૂર્વ કોવિડ -૧૯ના ૫૦ ટકા સુધી ચુુકવણુ કરી શકે છે.

રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, કોમર્શીયલ બેંકો કોવિડ પૂર્વના સ્તરની તુલનામાં ૫૦ ટકા ડિવિડન્ડ ચુકવી શકે છે. સહકારી બેંકોના મામલામાં ડિવિડન્ડ પર તમામ પ્રકારના અંકુશો હટાવી લેવાય છે.

રિઝર્વે બેંકો નાણાકીય વર્ષે ૨૦૨૦ માટે બેકોંને  નફામાંથી શેર પર ડિવિડન્ડ નહિ આપવા કહ્યુ હતું. રિઝર્વ બેંકે કહ્યું છે કે ૩૧ માર્ચ ૨૦૨૧ના પૂરા થતા વર્ષના અંતે સહકારી બેંકોને શેર પર ડિવિડન્ડ ચુકવવાની મંજુરી છે.

(3:56 pm IST)