Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

દેશમાં કોરોનાનો હાહાકાર :નવા રેકોર્ડબ્રેક 3,32 લાખથી વધુ કેસ: 24,21 લાખથી વધુ એક્ટીવ કેસ : વધુ 2255 દર્દીના મોત :1 .92 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67.013 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 34,254 કેસ, દિલ્હીમાં 26,169 કેસ, કર્ણાટકમાં 25,749 કેસ, કેરળમાં 26,955 કેસ, છત્તીસગઢમાં 16705 કેસ, રાજસ્થાનમાં 14,468 કેસ , , મધ્યપ્રદેશમાં 12,384 કેસ,ગુજરાતમાં 13,105 કેસ, બિહારમાં 11,489 કેસ, તામિલનાડુમાં 12,652 કેસ,પશ્ચિમ બંગાળમાં 11,948 કેસ, આંધ્રપ્રદેશમાં 10,759 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3.32.175 નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2255 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,86,927 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3.32,175 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 1,62,57,164 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 24,21, 970 લાખે પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 1,92,146 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.36,41,572 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67.013 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 34,254 કેસ, દિલ્હીમાં 26,169 કેસ, કર્ણાટકમાં 25,749 કેસ, કેરળમાં 26,955 કેસ, છત્તીસગઢમાં 16705 કેસ રાજસ્થાનમાં 14,468 કેસ , , મધ્યપ્રદેશમાં 12,384 કેસ,ગુજરાતમાં 13,105 કેસ, બિહારમાં 11,489 કેસ,તામિલનાડુમાં 12,652 કેસ,પશ્ચિમ બંગાળમાં 11,948 કેસ, આંધ્રપ્રદેશમાં 10,759 કેસ  નોંધાયા 

(12:23 am IST)