Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

કોરોના સામે લડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તૈયારી પર સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ

ટિકાકારો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીથી સંતુષ્ટ : કોરોના વાયરસને અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા ખુબ ઉલ્લેખનીય કામગીરી થઇ રહી છે : સુપ્રીમે કરેલી કબૂલાત

નવી દિલ્હી, તા. ૨૩ : કોરોના વાયરસને હાથ ધરવા માટે સરકારે જે કઠોર નિર્ણય લીધા છે તેની સુપ્રીમ કોર્ટે પણ પ્રશંસા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્તનની અને તેમના પગલાની ભરપુર પ્રશંસા કરવામાં આવી છે. કોર્ટે કબૂલાત કરી છે કે, સરકાર તમામ જરૂરી પગલા લઇ રહી છે. ટિકાકારો પણ તમામ પગલાની પ્રશંસા કરી રહ્યા છે. દેશના ચીફ જસ્ટિસ એસએ બોબડેની બેંચે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, સમગ્ર દેશના લોકો માની રહ્યા છે કે, સરકાર કોરોના વાયરસને લઇને તમામ જરૂરી પગલા લઈ રહી છે. સરકાર ખુબ સારી કામગીરી અદા કરી રહી છે. મોદીની કામગીરીની પ્રશંસા સુપ્રીમ કોર્ટે પણ ખુલ્લીરીતે કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાના સંદર્ભમાં ચીફ જસ્ટિસવાળી બેંચે કહ્યું હતું કે, કોઇ રાજનીતિ નથી બલ્કે વાસ્તવિકતા છે.

      સુપ્રીમ કોર્ટે કોરોના સાથે જોડાયેલી એક અરજી પર સુનાવણી કરતી વેળા મુજબની વાત કરી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, કોરોનાથી હાથ ધરવા માટે સરકારને વધુ જરૂરી પગલા લેવાની જરૂર છે. કોવિડ-૧૯ ટેસ્ટ કરનાર લેબને વધારવાની માંગ પણ વધારવામાં આવી હતી. સુનાવણી બાદ કોર્ટે કોરોના લેબ ટેસ્ટિંગને વધારી દેવાની અરજી સરકારને મોકલી દીધી હતી. ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેંચે કહ્યું હતું કે, અમે સરકારના પગલાથી સંતુષ્ટ છીએ. કેસોને હાથ ધરવા માટે ખુબ ઝડપથી પગલા લેવામાં આવી રહ્યા છે. ટિકાકારો પણ માની રહ્યા છે કે, સરકાર ખુબ અસરકારક કામગીરી કરી રહી છે. બેંચમાં જસ્ટિસ એન રાવ અને સુર્યકાંત પણ સામેલ છે. સુનાવણી દરમિયાન કોર્ટે મોટો નિર્ણય લીધો હતો જેના ભાગરુપે જરૂરી સુનાવણી દરમિયાન કયા વકીલ સુપ્રીમ કોર્ટ સંકુલમાં જશે તેની જવાબદારી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષની રહેશે.

(7:54 pm IST)