Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

કેટલાક ઉપાયોથી વાયરસ ખતમ થઇ શકે છે

અલ્ટ્રાવાયોલેટ,યુવી રેડીયેશનમાં વાયરસને મારવાની ક્ષમતાઃ ચીની હેલ્થ કમિશને બહાર પાડી ગાઇડ લાઇન

બૈજીંગ,તા.૨૩: અમેરિકાએ કોરોનાને વુહાન વાયરસ ગણાવ્યો તો ચીને કહ્યું કે અમેરિકન સૈન્યના એજન્ટો આ વાયરસને વુહાનમાં લાવ્યા છે. ગુરૂવારે ચીેને કહ્યું કે વુહાનમાં વાયરસનો ચેપ પહેલા ફેલાયાનો અર્થ એવો નથી કે વાયરસ અહીંથી જ ઉત્પન્ન થયો છે. ચીનના રેસ્પીરેટરી નિષ્ણાંતે કહ્યું કે ૨૦૦૯માં મેકસીકોમાંથી એચવનએનવન ફલૂ ફેલાયો હતો તો શું તેને મેકસીકો વાયરસ કહી દેવાય અથવા પછી ૨૦૧૨માં સાઉદી અરબમાંથી માર્સ ફેલાયો હતો. તો તેને સાઉદી અરબ વાયરસ કહેવો જોઇએ પણ આપણે તેમ નથી કરી શકતા.

દરમ્યાન, ચીનના નેશનલ હેલ્થ કમીશન તરફથી ગાઇડલાઇન બહાર પાડીને જણાવાયું છે કે આ વાયરસને ખતમ કરવા માટેના કેટલાક ઉપાયો છે.અલ્ટ્રાવાયોલેટ રેડીલેશન, (યુવી)માં આ વાયરસને ખતમ કરવાની ક્ષમતા છે પણ યુવી લેમ્પનો ઉપયોગ હાથ અને કોઇ પણ જગ્યાની ચામડી પર ન કરવો જોઇએ. કેમ કે રેડીયેશનથી ચામડીને નુકસાન પહોંચી શકે છે. વાયરસને જો ૩૦ મીનીટ સુધી ૫૬ ડીગ્રી સેન્ટીગ્રેડના ઉષ્ણતાપમાનમાં રાખવામાં આવે તો તેને નિષ્ક્રીય કરી શકાય છે.આ ઉપરાંત કલોરીન આધારીત કેટલાક એવા વાયરસ છે જે સપાટી પરના વાયરસને મારી શકે છે. તેમાં ઇથર ૭૫ ટકા ઇથેનોલ, પેરાસિટીક એસીડ અને કલોરોફોર્મ હોય છે. ઉત્તર ચીનના શસી સે પ્રાંતની એક બેંકમાં અલ્ટ્રાવાયોલેટ લાઇટથી નોટોને આ વાયરસથી મુકત કરવામાં આવી હતી.

(4:08 pm IST)