Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

દેશમાં ૨૩ રાજ્યોમાં કોરોનાના ૪૫૫ કેસ : મૃત્યુઆંક વધીને ૮

કોરોનાના પોઝિટિવ આવેલા લોકોમાં ૪૨ વિદેશી નાગરિક સામેલ : કોરોના વાયરસનો કહેર હવે દુનિયાની સાથે સાથે ભારતમાં સતત વધી રહ્યો છે : જનતા કર્ફ્યુ વચ્ચે પણ વધુ કેટલાક કેસો સપાટી પર : સમગ્ર દેશ એલર્ટ

નવી દિલ્હી, તા.૨૩ : કોરોના વાયરસના કેસોની સંખ્યામાં અતિઝડપથી વધારો થઇ રહ્યો છે. ભારતમાં પણ કેસોની સંખ્યા વધીને હવે  ૪૫૫ સુધી પહોંચી ગઇ છે. એકલા મહારાષ્ટ્માં કેસોની સંખ્યા વધીને હવે ૮૯ સુધી પહોંચી ગઇ છે. મહારાષ્ટ્ર કોરોનાના કારણે સૌથી વધારે પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં બે લોકોના મોત પણ થયા છે. જ્યારે દેશમાં એકંદરે આઠ લોકોના મોત થયા છે. ૪૧થી વધારે વિદેશી લોકો પણ આમાં સામેલ રહ્યા છે. કેરળમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ૬૭ નોંધાઇ છે. જેમાં સાત વિદેશી લોકો રહેલા છે. રાજસ્થાનમાં કેસોની સંખ્યા ૨૬થી વધારે રહી છે. દેશના ૨૩ રાજ્યો કોરોના વાયરસના સંકજામાં આવી ચુકયા છે. જેમાં ૪૫૫ કેસો થયા છે. મોટા ભાગના રાજ્યોમાં હવે લોકડાઉનની સ્થિતી રહેલી છે.

         ચાર કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ૨૩ રાજ્યો કોરોનાના સકંજામાં આવી ગયા છે. ભારતમાં ૪૨ વિદેશી લોકો પણ કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધારે પગલા લેવામાં આવી રહ્યા છે.વિદેશમાં  ફસાયેલા ભારતીયોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસ થયા બાદ ૨૪ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ભારતમાં કોરોનાના કારણે સાત લોકોના મોત થયા છેકોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને જુદા જુદા રાજ્યોમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોના કેસોની સંખ્યામાં અવિરત વધારો થઇ રહ્યો છે. ભારતમાં પણ ચિંતાનુ મોજુ સામાન્ય લોકોમાં જોવા મળી  રહ્યુ છેકોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છેકોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી રહ્યા છે.

         ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે કુલ પાંચ  લોકોના મોત થયા છે. દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. કોરોના વાયરસે ૨૩ રાજ્યોને સકંજામાં લઇ લીધા છે. દિલ્હી, કર્ણાટક, પંજાબ, રાજસ્થાન, કેરળ સહિતના રાજ્યોમાં આજે નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા વધીને ૮૯  ઉપર પહોંચી છે. જ્યારે કેરળમાં ભારતીય પોઝીટીવ આવેલા લોકોની સંખ્યા ૬૭ અને સાત વિદેશી પોઝીટીવ આવ્યા છે. સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે.મુંબઇ સહિત કેટલાક શહેરોમાં શટડાઉનની સ્થિતી રાખવામાં આવી રહી છે.

         શટડાઉન કરનાર રાજ્યોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પંજાબ, રાજસ્થાન અને દિલ્હીમાં સંપૂર્ણ શટડાઉનની જાહેરાત થઇ ચુકી છે. કોરોના વાયરસનો સામનો કરવા માટે દિલ્હીમાં એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. જીમ, નાઇટ ક્લબ, સ્પાને પણ ૩૧મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ભારતમાં તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. તમામ પ્રવાસી સ્થળો બંધ છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી છે. ઉત્તરપ્રદેશમાં સંખ્યા ૨૭ ઉપર પહોંચી છે.

દેશમાં ક્યાં કેટલા કેસ નોંધાયા

ગુજરાત સહિત દેશમાં ૨૩ રાજ્યો સકંજામાં

નવીદિલ્હી,તા. ૨૩ : કોરોના વાયરસના કેસોની સંખ્યામાં અતિઝડપથી વધારો થઇ રહ્યો છે. ભારતમાં પણ કેસોની સંખ્યા વધીને હવે  ૪૫૫ સુધી પહોંચી ગઇ છે. એકલા મહારાષ્ટ્માં કેસોની સંખ્યા વધીને હવે ૮૯ સુધી પહોંચી ગઇ છે. ભારતમાં કોરોનાના ક્યાં કેટલા કેસો નોંધાયા છે તે નીચે મુજબ છે.

ક્રમ

રાજ્યો

ભારતીય દર્દી

વિદેશી દર્દી

આંધ્રપ્રદેશ

૦૫

૦૦

છત્તીસગઢ

૦૧

૦૦

દિલ્હી

૨૭

૦૧

ગુજરાત

૩૦

૦૦

હરિયાણા

૧૮

૧૪

કર્ણાટક

૨૬

૦૦

કેરળ

૬૭

૦૭

મહારાષ્ટ્ર

૮૯

૦૩

ઓરિસ્સા

૦૨

૦૦

૧૦

પોન્ડિચેરી

૦૧

૦૦

૧૧

પંજાબ

૨૧

૦૦

૧૨

રાજસ્થાન

૨૬

૦૨

૧૩

તેલંગાણા

૨૭

૧૧

૧૪

ચંદીગઢ

૦૬

૦૦

૧૫

જમ્મુ કાશ્મીર

૦૪

૦૦

૧૬

લડાક

૧૩

૦૧

૧૭

ઉત્તરપ્રદેશ

૨૬

૦૧

૧૮

ઉત્તરાખંડ

૦૩

૦૦

૧૯

બંગાળ

૦૪

૦૦

૨૦

તમિળનાડુ

૦૯

૦૨

૨૧

મધ્યપ્રદેશ

૦૫

૦૦

૨૨

હિમાચલ

૦૨

૦૦

૨૩

બિહાર

૦૧

૦૦

નોંધ : ભારતમાં કુલ કેસોની સંખ્યા ૪૫૫ છે જે પૈકી ૪૧૩ ભારતીયો પોઝિટિવ આવ્યા છે જ્યારે ૪૨ વિદેશી નાગરિકો પોઝિટિવ રહ્યા છે

(7:52 pm IST)