Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

૨૬ સીટો પર મતદાન ચાલુઃ રાજાભૈયાએ આપ્યો સપાને મત

યુપીની વધુ એક બેઠક જીતવા ભાજપનો અદ્ભૂત દાવઃ તેના બે ધારાસભ્યો મત નહિ નાખે : બસપાને ઝટકોઃ બસપા ધારાસભ્યે આપ્યો યોગીને મતઃ રાજા ભૈયાના ટ્વિટથી રાજકીય સમીકરણો બદલાયા

નવી દિલ્હી તા. ૨૭ : યુપીની ૧૦ રાજયસભા સીટો માટે મતદાન ચાલુ છે. આ બધાની વચ્ચે ચૂંટણી સમીકરણ ઝડપથી બદલાઇ રહ્યાં છે. કુંડાથી નિર્દલીય ધારાસભ્ય રઘુરામ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા પર બધાની નજર છે. આ બધાની તમામ અટકળો પર બ્રેક લાગતા રાજા ભૈયાએ જાહેરાત કરી કે તેઓ સમજવાદી પાર્ટીના ઉમેદવારનું સમર્થન કરશે.

વોટ આપતા પહેલાં મીડિયા સાથે વાતચીતમાં રાજા ભૈયા એ કહ્યું કે હું અખિલેશ યાદવના ઉમેદવારને વોટ આપીશું. માયાવતીની સાથે તો અમે બિલકુલ પણ નથી. હું જયા બચ્ચનને મારો વોટ આપીશ.

બીજીબાજુ રાજા ભૈયાનું નિવેદન આવતા જ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની તરફથી પ્રતિક્રિયા આવવામાં મોડું કર્યું નથી. અખિલેશે પોતાના સત્ત્।ાવાર ટ્વિટર એકાઉન્ટ પર રાજા ભૈયાની સાથે એક તસવીર શેર કરતાં લખ્યું સમાજવાદી પાર્ટીને સમર્થન આપવા માટે ધન્યવાદ.

ઉત્ત્।ર પ્રદેશમાં ૧૦ રાજયસભા સીટો માટે ચાલી રહેલ ચૂંટણી સંગ્રામમાં બસપા સુપ્રીમો માયાવતીને મોટો ઝાટકો લાગ્યો છે. ઉન્નાવની પુરવા સીટ પરથી બસપા ધારાસભ્ય અનિલ સિંહે વોટિંગ પહેલાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ મહારાજજી (યોગી આદિત્યનાથ)ની સાથે છે. મતદાન માટે જતા સમયે અનિલ સિંહે કહ્યું કે મારા અંતરાત્માના અવાજ પર વોટિંગ કરીશ. તેની સાથે જ રાજયસભા ચૂંટણીમાં પહેલું ક્રાઙ્ખસ વોટિંગ થયું છે.

આની પહેલાં બસપા ધારાસભ્ય અનિલ સિંહના ભાજપના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ હવે કુંડાથી નિર્દલીય ધારાસભ્ય રઘુરામ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાની એક ટ્વીટે આ રાજકારણના સંગ્રામને વધુ દિલચસ્પ બનાવી દીધો છે. ટ્વીટમાં રાજા ભૈયાએ લખ્યું છે કે આ અખિલેશની સાથે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે બસપાની સાથે છે. કહેવાય છે કે તેમની સાથે બીજા એક નિર્દલીય ધારાસભ્યનું સમર્થન છે. એવામાં તેમના મતદાનને લઇ સસ્પેંસ બનેલું છે.

ઉલ્લેખનીય છે કે રાજા ભૈયાને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવના નજીકના મનાય છે. કયારેક ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા રાજા ભૈયાએ ટ્વીટ કરીને કહ્યું કે ના હું બદલાયો છું, ન મારી રાજકીય વિચારધારા બદલાઇ છે, 'હું અખિલેશજી ની સાથે છું' તેનો અર્થ બિલકુલ નથી કે હું બસપાની સાથે છું.

યુપીની ખૂબ જ દિલચસ્પ રાજયસભાની ચૂંટણીમાં જયાં તમામ રાજકીય પક્ષ એક-એક વોટને મેળવવામાં લાગ્યું છે, ત્યાં રાજા ભૈયાનું આ નિવેદન ખૂબ જ અગત્યનું છે. યુપીના રાજકીય ગલિયારામાં રાજા ભૈયાનું વલણ જોઇને કેટલીય અટકળો લગાવાઇ રહી હતી. જો કે રાજાભૈયાનું આ ટ્વિટર એકાઉન્ટ વેરિફાઇડ નથી. રાજા ભૈયાના વોટિંગ પર સસ્પેંસ બન્યું છે.

હાલ વોટોનું ગણિત કંઇક આ રીતનું છે કે ભાજપ ૮ સીટો સરળતાથી જીતતી દેખાઇ રહ્યું છે અને ૯મી સીટ માટે તેની કોશિષો ચાલુ છે. બીજીબાજુ બસપાની પાસે ૩૫ વોટ છે અને તેના ૨ વોટ ઓછા પડી રહ્યાં છે. તેમાં ૧૭ ધારાસભ્ય બસપાના, ૧૦ સપાના, ૭ કોંગ્રેસના, અને ૧ આરએલડી ધારાસભ્યનો વોટ સામેલ છે. બીજીબાજુ સપાથી રાજયસભા માટે જયા બચ્ચન પણ મેદાનમાં છે.

લખનઉમાં સપાની તરફથી ફાઇવ સ્ટાર હોટલમાં આયોજીત ડિનરમાં સૌની નજર નિર્દલીય ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા પર હતી. રાજા ભૈયાએ આ ડિનર પાર્ટીમાં પહોંચીને બસપા ઉમેદવારના સમર્થનનો સંકેત આપ્યો હતો. રાજા ભૈયાના આવવા પર તેમના સમર્થક ધારાસભ્ય વિનોદ સરોજનું પણ બસપાનું સમર્થન મળવાનું નક્કી મનાઇ રહ્યું હતું. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ફોન પર વાત કરીને રાજા ભૈયા પાસે સમર્થન માંગ્યું હતું અને તેમણે ડિનર પાર્ટીમાં સામેલ થઇને સાથે ઉભા રહેવાના સંકેત આપ્યા હતા.

આની પહેલાં રાજયસભા ચૂંટણી દરમ્યાન બસપા સુપ્રીમો માયાવતીને મોટો ઝાટકો લાગ્યો. ઉન્નાવની પુરવા સીટ પરથી બસપા ધારાસભ્ય અનિલ સિંહે વોટિંગથી પહેલાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ મહારાજજી (યોગી આદિત્યનાથ)ની સાથે છીએ. મતદાન માટે જતા સમયે અનિલ સિંહે કહ્યું કે હું અંતરાત્માની અવાજ પર વોટ કરીશું. તેની સાથે જ રાજયસભા ચૂંટણીમાં પહેલાં ક્રોસ વોટિંગ થયું છે.

(4:02 pm IST)