Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

હવે યુનિયન બેંક પણ મેદાનમાં : ટોટેમ ઇન્ફાસ્ટ્રકચર લી. વિરૃધ્ધ CBI ની તપાસઃ UBI સહિત ૮ બેંકોને ૧૪૦૦ કરોડનો ધુંબો

 નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકમાં 13 હજાર કરોડ રૂપિયાના કૌભાંડ બાદ હવે નવા કૌભાંડ બહાર આવવા લાગ્યા છે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પર સીબીઆઈએ ટોટેમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, તેના પ્રોમોટર-ડાયરેક્ટર ટોટેમપુદી સલાલિથ અને ટોટેમપુદી કવિતા વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. આ મામલો 1394.43 કરોડ રૂપિયાનો છે.

   કંપનીએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સહિત 8 બેંકો પાસેથી લોન લીધી હતી. લોનને 30 જૂન 2012એ એનપીએ જાહેર કરાઈ હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડસ્ટ્રિયલ ફાઈનાન્સ બ્રાન્ચએ 313 કરોડની લોન આપી છે. સીબીઆઈ પ્રમોટર્સ અને ડાયરેક્ટર્સની પૂછપરછ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા કનિષ્ક ગોલ્ડ દ્વારા 14 બેંકોને 824 કરોડ રૂપિયાનો ચૂનો લગાવાયા મામલે સીબીઆઈએ તેના પ્રમોટર અને ડાયરેક્ટર સામે કેસ નોંધ્યો છે. આ પહેલા અબજોપતિ જ્વેલર નીરલ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો, જેમણે પીએનબીને 13 હજાર કરોડથી વધુનો ચૂનો લગાવ્યો છે.

(12:00 am IST)