Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

BRICS સમિટ માટે ભારત આવશે શી જિનપિંગ

ભારત સાથે ચીન કરી રહ્યું છે મિત્રતાના પ્રયત્નો : ચીનનો સૂર બદલાયો

નવી દિલ્હી તા. ૨૩ : ભારત - ચીન સીમા પર લગભગ ૧૧ મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. પહેલાં પેંગોંગ ઝીલ અને હવે અન્ય જગ્યાઓએ ડિસઈંગેજમેન્ટના રિપોર્ટની વચ્ચે ચીનના તેવર બદલાયા છે. તેમની વાતોમાં હવે સહયોગ અને માનવતા જેવા શબ્દો આવી રહ્યા છે. સોમવારે ચીને ભારતના બ્રિકસ સંમેલનનું સમર્થન કર્યું અને કહ્યું કે તે ભારત અને અન્ય સભ્ય દેશોની સાથે મળીને અનેક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા ઈચ્છે છે. આવનારા કેટલાક મહિનામાં કોરોના મહામારીની સ્થિતિ કાબૂમાં રહેશે તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી શકે છે. જો તેઓ અહીં આવે છે તો પીએમ મોદી સાથે તેમની મુલાકાત શકય છે. ચીની વિદેશ મંત્રાલયે સોમવારે એક જાહેરાતમાં કહ્યું કે ચીન બ્રિકસને ખૂબ જ મહત્વ આપે છે અને તેના માટે રણનીતિ સાઝેદારીને વધારવાના પક્ષમાં છે. ચીને એમ પણ કહ્યું કે તે બ્રિકસ દેશોની વચ્ચે એકજુટતા અને સહયોગને મજબૂત કરવા ઈચ્છે છે.

સીમા પર જે સ્થિતિ છે તેની સંમેલન પર અસર પડશે કે નહીં. આ સવાલના જવાબમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા વાંગ વેનબિને કહ્યું છે કે ભારતના આ વર્ષે બ્રિકસ સંમેલનનું આયોજનનું ચીને સમર્થન કર્યું છે. ભારત અને અન્ય બ્રિકસ દેશોની સાથે અનેક ક્ષેત્રોમાં સંવાદ અને સહયોગ વધારવા ઈચ્છે છે. અર્થવ્યવસ્થા, રાજનીતિ અને માનવતાને લઈને વાંગે કહ્યું કે બ્રિકસ વૈશ્વિક પ્રભાવવાળા નવા બજાર દેશો અને વિકાસશીલ દેશના સહયોગન તંત્ર છે. આ સાથે કેટલાક સમયથી બ્રિકસ દેશોની એકતતા વધી છે, વ્યવહારિક સહયોગ સુમેળભર્યો થયો છે અને પ્રભાવ પણ વધી રહ્યો છે. હવે આ આંતરરાષ્ટ્રિય બાબતોમાં એક સકારાત્મક, સ્થિર અને રચનાત્મક શકિત બન્યું છે. ભારતને આ વર્ષે બ્રિકસની અધ્યક્ષતા મળી છે અને આ સંમેલન તે આયોજિત કરશે. ૧૯ ફેબ્રુઆરીએ વિદેશમંત્રી એસ જયશંકરે દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવનમાં બ્રિકસ ૨૦૨૧ની વેબસાઈટ લોન્ચ કરી હતી.

ચીને બ્રિકસ દેશોના સંમેલનને એવા સમયે કર્યું છે જયારે સીમાપર તેમની સેના પગ પાછા લઈ રહી છે. બંને દેશોના સૈન્ય કમાન્ડર્સ પણ કરાર અનુસાર બોર્ડર પર તણાવ પહેલાની સ્થિતિને પરત લાવવાની કોશિશ કરી રહ્યા છે. ચીનના આ પગલાંને ભારત સાવધાની સાથે જોઈ રહ્યું છે. તેની અસર વ્યાપારિક અને રાજનીતિ પર પણ થઈ રહી છે.

(11:01 am IST)