Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાકેશ ટિકૈતનો પલટવાર : કહ્યું -જયારે લોકો ભેગા થાય છે ત્યારે સરકાર બદલાઈ જાય છે

તોમરે કહ્યું હતુ કે, માત્ર ભીડ જમા થવાથી કાયદો રદ્દ થશે નહીં.

સોનીપત: ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના એક નિવેદન પર સોમવારે હરિયાણાના સોનીપત જિલ્લામાં પલટવાર કરતાં કહ્યું કે, જ્યારે લોકો જમા થાય છે તો સરકારો બદલાઇ જાય છે.

ભારતીય કિસાન યૂનિયને (બીકેયૂ) નેતા ટિકૈતે ચેતવતા કહ્યું કે, જો ત્રણ નવા કૃષિ કાયદાઓને રદ્દ કરવામાં આવ્યા નહીં તો સરકારે સત્તામાં રહેવુ મુશ્કેલ થઈ જશે.

સોનીપત જિલ્લાના ખરખૌદના અનાજ માર્કેટમાં ખેડૂત મહાપંચાયતમાં ટિકૈતે કહ્યું કે, જ્યાર સુધી કૃષિ કાયદાઓને પરત લેવામાં આવશે નહીં ત્યાર સુધી ખેડૂત આંદોલન ચાલું રહેશે.

કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરે રવિવારે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કહ્યું હતુ કે, કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર છે પરંતુ માત્ર થોડી ભીડ એકઠી થઈ જવાથી કાયદાઓ રદ્દ થશે નહીં.

તોમરને જવાબ આપતા ટિકૈતે મહાપંચાયતમાં કહ્યું, “રાજનેતા કહી રહ્યાં છે કે ભીડ એકઠી થવાથી કૃષિ કાયદાઓ પરત થઈ શકશે નહીં. જ્યારે તેમને ખબર હોવી જોઈએ કે, ભીડ તો સત્તા પરિવર્તનની શક્તિ રાખે છે. તે અલગ વાત છે કે, ખેડૂતોએ હાલમાં માત્ર કૃષિ કાયદો પરત લેવાની વાત કરી છે, સત્તા પરત લેવાની નહીં.”

દિલ્હીની અલગ-અલગ બોર્ડરો પર પાછલા વર્ષ 28 નવેમ્બરથી ખેડૂત ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવાની માંગને લઈને પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં મોટાભાગના પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂત છે.

ટિકૈતે કહ્યું, ‘તેમને (સરકારને) ખબર હોવી જોઈએ કે, જો ખેડૂત પોતાનો પાક નષ્ટ કરી શકતા હોય તો તમે તેમના આગળ કશું જ નથી.’

ખેડૂત નેતાએ કહ્યું, ‘વર્તમાન આંદોલન માત્ર તે ખેડૂતોનું નથી, જે પાકની વાવણી કરે છે, પરંતુ તેનો પણ છે, રાશન ખરીદે છે. તે નાનામાં નાના ખેડૂતનો પણ છે, જે બે પશુઓથી આજીવિકા ચલાવે છે. તે મજૂરોનો પણ છે, જે સાપ્તાહિક માર્કેટથી થનાર આવકથી પોતાનો ગુજારો ચલાવે છે.’તેમને કહ્યું, ‘આ કાયદાઓ ગરીબને તબાહ કરી દેશે. આ માત્ર એક કાયદો નથી, આવી રીતના અનેક કાયદાઓ આવશે.

 

ટિકૈતે કહ્યું કે, સરકારોને 40 સભ્યવાળી સમિતી સાથે જ વાતચીત કરવી પડશે.સરકાર અને પ્રદર્શનકારી સંઘો વચ્ચે 11 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે પરંતુ સમાધાન નિકળી શક્યું નથી.

દિલ્હીના બોર્ડર પર ચાલી રહેલા આંદોલનની આગેવાની સંયુક્ત કિસાન મોરચા તરફથી કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોના 40 સંઘ સામેલ છે.

ટિકૈતે કહ્યું, “હવે ખેડૂતો બધા જ મોરચાઓ પર વિરોધ વ્યક્ત કરશે. તેઓ ખેતી પણ કરશે અને કૃષિ નીતિઓ ઉપર પણ નજર રાખશે અને આંદોલન પણ કરશે.”

લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી) માટે કાનૂની માંગ કરતાં તેમને કહ્યું, જ્યારે એમએસપી પર કાયદો બનશે ત્યારે ખેડૂતોનું સંરક્ષણ થશે. આ આંદોલન ખેડૂતોના અધિકાર માટે છે.

(10:12 am IST)
  • પોપ્યુલર એપ્પનાં 300 કરોડ યુઝર્સના પાસવર્ડ થયા લીક : Gmail, Netflix અને Linkedin પર એકાઉન્ટ રાખતા યુઝર્સને મોટો ઝટકો :લીક થયેલા ડેટામાં યુઝર્સની આઈડી અને પાસવર્ડ જેવી જાણકારી સામેલ :હેવાલ મુજબ 1અંદાજે 500 કરોડ એકાઉન્ટને ટાર્ગેટ કરાયા હતા જેમાંથી 300 કરોડ યુઝર્સના આઈડી અને પાસવર્ડ હૈક કરાયા access_time 11:15 pm IST

  • સુરતમાં પાટીલના ગઢમાં ‘આપ' પક્ષે ગાબડુ પાડયુ : ૨૫ બેઠકો મેળવી : ભાજપને ફાળે ૭૨ બેઠકોઃ કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફાઃ ૨૪ બેઠકો ઉપર ગણતરી ચાલુ : બપોરે ૪ વાગ્‍યે આ લખાય છે ત્‍યારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૬ બેઠકો જાહેર થઈ છે અથવા તો ટ્રેન્‍ડ જાહેર થયા છે : જેમાંથી અરવિંદ કેજરીવાલનો નવોદીત આપ પક્ષ ૨૫ બેઠકો લઈ જાય છે : ભાજપને હજુ સુધી ૭૨ બેઠકો સાથે સાદી બહુમતી મળી રહી છે, જયારે કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફા છે અને એક પણ બેઠક મળી નથીઃ કોંગ્રેસની તમામ બેઠકો ‘આપ' ખૂંચવી ગયેલ છે આપની બેઠકો હજુ પણ વધે તેવી શકયતા છેઃ કુલ ૨૪ બેઠકની મતગણતરી હવે થઈ રહી છે access_time 4:24 pm IST

  • સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ભાજપ ૫૫ બેઠક ઉપર જીત મેળવી ચૂકયુ છે : ૧૯ બેઠકમાં આગળ છે : ‘આપ’ પાર્ટીએ ૨૫ બેઠક મેળવી ભાજપના પગે પાણી લાવી દીધા : ગજબની રસાકસી : કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ ગયું : પાટીદાર ફેક્ટરે મોટો અપસેટ સર્જયો access_time 4:45 pm IST