Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં કર્યું ટ્વિટ : ભારત આપના સ્વાગત માટે થનગની રહ્યું છે

પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીના ટ્વીટને રીટ્વીટ કર્યું

નવી દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીય ભારત પ્રવાસ પર આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં ટ્વિટ કર્યું છે.

 અમેરિકાના રાષ્ટ્રપતિના સ્વાગતમા નરેન્દ્રભાઈ  મોદીએ લખ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ઉત્સુક છે, આ સન્માનની વાત છે કે તેઓ કાલે આપણી સાથે હશે. 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસ પર આવી રહેલા ટ્રમ્પ અમદાવાદ સ્થિત મોટેરા સ્ટેડિયમમાં લોકોને સંબોધિત કરશે. ટ્રમ્પ આગ્રા જઈને તાજમહેલનો પણ દીદાર કરશે.

 વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના એક ટ્વિટને રિટ્વિટ કરતાં આ વાત કહી, જેમાં તેઓએ કહ્યું કે, 'સમગ્ર ગુજરાત એક અવાજમાં કહે છે- નમસ્તે ટ્રમ્પ.'

 અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા 11 ફેબ્રુઆરીએ વડાપ્રધાને ટ્રમ્પ અને અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ માટે વેલકમ ટ્વિટ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતનો પ્રવાસ કરશે.

(7:10 pm IST)