Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

અમેરિકામાં દરેક ક્ષેત્રે સ્‍થાનિક ભારતીયોના વિશિષ્‍ટ યોગદાનને બિરદાવતા શ્રી નવતેજ સરનાઃ કેલિફોર્નિયાની મુલાકાતે આવેલા ભારતના એમ્‍બેસેડર શ્રી નવતેજના માનમાં યોજાયેલ સત્‍કાર સમારંભમાં ઉદબોધન

કેલિફોર્નિયાઃ ભારતના અમેરિકા ખાતેના એમ્‍બેસેડર શ્રી નવતેજ સરનાની કેલિફોર્નિયા ખાતેની મુલાકાત પ્રસંગે ૧૩ ફેબ્રુ.૨૦૧૮ના રોજ તેમના માનમાં શેરેટોન હોટલમાં રીસેટશનનું આયોજન કરાયું હતું.

ગ્‍લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિયલ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (GOPIO) તથા નેશનલ ફેડરેશન ઓફ ઇન્‍ડિયન અમેરિકન એશોશિએશન્‍શ આયોજીત આ સત્‍કાર સમારંભમાં શ્રી સરનાએ છેલ્લા ૩ થી ૪ દાયકામાં સ્‍થાનિક ભારતીયોએ કરેલી નોંધપાત્ર પ્રગતિને બિરદાવી હતી.તથા યુ.એસ.ના તમામ ક્ષેત્રોમાં વિશીષ્‍ટ કામગીરીની પ્રશંસા કરી હતી. તેમજ ભારતે પણ વિકાસ સાધ્‍યો છે.

તેમણે ઉમેર્યુ હતું કે છેલ્લા થોડા વર્ષોમાં ભારત તથા યુ.એસ. વચ્‍ચેના સંબંધો વધુ ગાઢ બની શક્‍યા છે.

(11:14 pm IST)