Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહા હૈ ?

કારગીલ યુદ્ધમાં મેડલ મેળવનાર નાયબ સુબેદાર જગબીરની જમીન પર ભુમાફિયાનો કબ્જો

ગુજરાત-પાકિસ્તાન બોર્ડરે તૈનાત અને લોન લઈને જમીન ખરીદનાર જગબીરે પોલીસ,ડીએમ,મુખ્યમંત્રી યોગી,વડાપ્રધાન સમક્ષ મદદની પોકાર કરી પરંતુ,,

 

નવી દિલ્હી :સરહદે પોતાની જાનની બાજી લગાવી દિવસ રાત ચોકી પહેરો કરીને સીમાની સુરક્ષા કરતા જવાનો માટે હરકોઈને આદર સન્માન થવું જોઈએ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ દેશની રક્ષામાં દિવસ રાત સરહદે ઉભેલા જવાનો માટે દેશના લોકો કંઇ કરતા નથી પરંતુ જવાનો પાસેથી છીનવવાની કોશિશ થઇ રહી હોઈ તેનો દાખલો જોવા મળ્યો છે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી,અને હાલમાં ગુજરાતપાકિસ્તાન બોર્ડર પર તૈનાત અને કારગીલ યુદ્ધમાં પણ મેડલ મેળવી ચુકેલા નાયબ સૂબેદાર જગબીર સાથે જે થયું છે તે કથની જાણતા કહી શકાય કે જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહા હૈ ?

   નાયબ સુબેદાર જગબીરની ઉત્તર પ્રદેશમાં તેમની જમીન પર ભૂમાફિયાઓએ કબજો જમાવી લીધો છે તેમના ખેતરમાંથી ઘઉંનો ઉભો મોલ કાપી નાંખ્યો છે અને તેમના પરિવારને ધમકાવવા માંડ્યા છે. ઉલ્લેખનિય છે કે, તેમણે 10 લાખની લોન લીધી હતી ત્યાર બાદ 7 લાખ રૂપિયાની જમીન ખરીદી હતી પરંતુ તે જમીન પર ભૂમાફિયાઓ કબજો જમાવીને બેસી ગયા છે.

   નાયબ સૂબેદાર જગબીરે પોલીસ,ડીએમ સહિત મુખ્યમંત્રી યોગી અને પ્રધાનમંત્રી સમક્ષ પણ મદદની ગુહાર લગાવી છે. પરંતુ, પોલીસ અને તંત્ર તરફથી તેમને માત્ર નિરાશા હાથ લાગી છે. ત્યારે નાયબ સૂબેદાર જગબીરે હવે પોતાના પરિવાર અને સંપત્તિની રક્ષા કાજે હથિયાર ઉઠાવવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

(11:26 pm IST)