Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

મારપીટ કેસઃ કેજરીવાલના ઘરે પોલીસે સીસીટીવી ફુટેજ જપ્ત કરી

કેજરીવાલ - ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા પૂછપરછ કરી શકે છે

નવી દિલ્હી તા. ૨૩ : મુખ્ય સચિવ સાથે મારપીટના મામલે કેજરીવાલ સરકારની મુશ્કેલી વધી શકે છે. લાફાકાંડમાં દિલ્હી પોલીસ મુખ્યમંત્રી કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ કરી શકે છે. સીએમ નિવાસસ્થાનના સીસીટીવી ફુટેજ પણ ચેક કરવામાં આવશે. મામલા તપાસ કરી રહેલી પોલીસ લાફાકાંડમાં હાજર ધારાસભ્યોની પણ પૂછપરછ કરી શકે છે. દિલ્હી પોલીસની ટીમ સીએમ હાઉસના સીસીટીવી ફુટેજ લેવા પહોંચી છે.

 એડિશનલ ડીસીપી હરિંદરસિંહની આગેવાની દિલ્હી પોલીસ મુખ્યમંત્રીના ઘરે પહોંચી છે.  પોલીસની સાથે ફોરેન્સિક એકસપર્ટની ટીમ પણ છે. મુખ્યમંત્રી કાર્યાલયે આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસ કોઈપણ જાતની સુચના વગર સીએમના ઘરે પહોંચી છે.આ મામલે આપના પ્રવકતા આશુતોષે કહ્યું કે, 'કેન્દ્ર સરકાર અમને ડરાવવાના પ્રયાસ કરે તો પણ અમે ડરવાના નથી. કેન્દ્ર અમારી સરકાર તોડી પાડવાના પ્રયાસો કરી રહી છે. કેન્દ્ર સરકાર ગભરાયેલી છે.'

દિલ્હીના ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટના મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સલાહકાર વી.કે.જૈને ગુરૂવારે પોતાના નિવેદન પરથી ફેરવી તોળ્યું છેવી.કે.જૈને ગુરૂવારે મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ શૈફાલીની સામે કહ્યું કે 'CSના ચશ્મ ફર્શ પર પડ્યા હતા અને બંને ધારાસભ્યો તેને માર મારી રહ્યાં હતા.' આ પહેલાં જૈને કહ્યું હતું કે તેઓએ માત્ર ચશ્મા જ ફર્શ પર પડેલાં જોયા હતા. તીસ હજારી કોર્ટમાં દિલ્હી પોલીસે અંશુ પ્રકાશના વકીલ અને આરોપી ધારાસભ્યોના વકીલ વચ્ચે જોરદાર દલીલબાજી થઈ હતી.(૨૧.૨૬)

 

(3:59 pm IST)