Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

આ પેશન્ટના માથા પર હતું બીજું માથું

નાયર હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ન્યુરોલોજીના ડોકટરોએ ગયા શનિવારે સાત કલાકની મેરથોન સર્જરી પછી ઉત્તર પ્રદેશથી આવેલા દરદી સંતલાલની પોણાબે કિલો કરતાં વધારે વજનની બ્રેઇન-ટયુમર કાઢી હતી. એ ગાંઠ સર્જરી દ્વારા કાઢવામાં આવેલી બ્રેઇન-ટયુમર્સમાં વિશ્વમાં સૌથી વધારે વજનની ગણાય છે. ગાંઠ કાઢયા પછી વેઇંગ મશીન પર મૂકવામાં આવતાં વજન બરાબર ૧.૮૩૭ કિલો થયું હતું.

(3:40 pm IST)