Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ભારતને ચીન-પાકિસ્તાન કરતા પણ અમેરિકાથી મોટો ખતરો

મોર્નિંગ કન્સલ્ટ સરવેમાં મોટો ખુલાસો કરાયો : મોર્નિંગ કન્સલ્ટ સરવેમાં ૪૩ ટકા લોકોએ ચીનનું નામ લીધું, જોકે ફક્ત ૧૩ ટકાએ જ પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી, તા.૨૩ : ભારતના પાકિસ્તાન સાથેના ખરાબ સંબંધો તો જગજાહેર છે.

ભારત અને ચીન વચ્ચે પણ લાંબા સમયથી સરહદ અંગે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ એક સરવેમાં ભારત માટે આ બંને દેશો કરતા પણ સૌથી મોટો ખતરો અમેરિકાને માનવામાં આવ્યો છે.

અમેરિકાની ડેલાવેયર યુનિવર્સિટીમાં ઈસ્લામિક સ્ટડીઝ પ્રોગ્રામના ફાઉન્ડિંગ ડિરેક્ટર પ્રોફેસર મુક્તદર ખાને પણ આ સરવેનો ઉલ્લેખ કર્યો હતો.  મોર્નિંગ કન્સલ્ટ સરવે અનુસાર મોટાભાગના ભારતીય નાગરિકો હવે ચીનને જ દેશ માટે સૌથી મોટા સૈન્ય ખતરા તરીકે જુએ છે પણ ચોંકાવનારી વાત એ છે કે ભારતીયો ચીન પછી સૈન્ય ખતરા તરીકે અમેરિકાને જુએ છે. 

મોર્નિંગ કન્સલ્ટ સરવેમાં ૪૩ ટકા લોકોએ ચીનનું નામ લીધું, જોકે ફક્ત ૧૩ ટકાએ જ લાંબા સમયથી હરીફ રહેલા પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો. સરવેનો ઉલ્લેખ કરતાં પ્રો.મુક્તદર ખાને કહ્યું કે સરેરાશ ભારતીય વયસ્ક ચીન અને અમેરિકાને ભારત માટે ટોચના બે સૈન્ય ખતરા તરીકે જુએ છે. ૪૩ ટકા ભારતીયો કહે છે કે ચીન ભારત માટે સૌથી મોટો સૈન્ય ખતરો છે. જોકે ૨૨ ટકા માને છે કે અમેરિકા સૌથી મોટો ખતરો છે. ફક્ત ૧૩ ટકા માને છે કે પાકિસ્તાનથી ભારતને સૈન્ય ખતરો છે. 

 

(7:12 pm IST)