Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

''ન્યુજર્સી લીડરશીપ પ્રોગ્રામ ૨૦૧૯'': યુ.એસ.ના ન્યુજર્સીમાં વસતા એશિઅન/ઇન્ડિયન અમેરિકન યુવા સમુહને રાજકારણ તથા લીડરશીપ ક્ષેત્રે પ્રોત્સાહિત કરતો પ્રોગ્રામઃ ૬ સપ્તાહના ફેલોશીપ પ્રોગ્રામ અંતર્ગત ગવર્નર, સ્ટેટ એજન્સી, કોંગ્રેસમેન, એસેમ્બલીમેન સહિતના આગેવાનોની મુલાકાત લઇ ઇન્ટરવ્યુ લેવાની તકઃ વોશીંગ્ટન ડીસી ખાતેના પ્રવાસ ઉપરાંત કેરીઅર ડેવલપમેન્ટ વર્કશોપ, નેટવર્કીગ સહિતના આયોજનોઃ પ્રોગ્રામમાં જોડાવા અરજી કરવાની છેલ્લી તારીખ ૧૪ ફેબ્રુ.૨૦૧૯

ન્યુજર્સીઃ અમેરિકામાં વસતા ઇન્ડિયન તથા એશિઅન અમેરિકન યુવાનોને રાજકારણ તથા લીડરશીપ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા ''ન્યુજર્સી લીડરશીપ સમર ફેલોશીપ પ્રોગ્રામ ૨૦૧૯ માટેની ઘોષણાં ૧૪ જાન્યુ.ના રોજ કરવામાં આવી છે. જેમાં જોડાવા ઉત્સુક યુવા સમુહ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૧૪ ફેબ્રુ.૨૦૧૯ રાખવામાં આવી છે.

આ ફેલોશીપ પ્રોગ્રામ ૬ સપ્તાહનો હોય છે. જેમાં ન્યુજર્સીની હાઇસ્કૂલો, તથા કોલેજોમાં અભ્યાસ કરતા એશિઅન/ઇન્ડિયન અમેરિકન યુવાનો તથા યુવતિઓ જોડાઇ શકે છે. જેમને ફુલટાઇમ ઇન્ટરશીપ સાથે ગવર્નર ઓફિસ, સ્ટેટ એજન્સી, મેમ્બર ઓફ કોંગ્રેસ, તથા સ્ટેટ લેજીસ્લેટરની ઓફિસની મુલાકાત લેવડાવી કામગીરીથી વાકેફગાર કરવામાં આવે છે.

ઉપરાંત સાપ્તાહિક વકતૃત્વના પણ આયોજનો કરવામાં આવે છે. જેમાં આ યુવાનો ચૂંટાયેલા અધિકારીઓ ગવર્મેન્ટ સ્ટાફ, બિઝનેસ એકઝીકયુટીવ્ઝ, નોન પ્રોફિટ લીડર્સ સહિતના અગ્રણીઓનો ઇન્ટરવ્યુ પણ લઇ શકે છે. તેમજ વોશીંગ્ટન ડીસી ખાતેની મુલાકાત કેરીઅર ડેવલપમેન્ટ વર્કશોપ,નેટવર્કીગ, સહિતના આયોજનો કરવામાં આવે છે.

આ પ્રોગ્રામમાં જોડાવા ઇચ્છુક યુવાનો www.njleed.org દ્વારા સંપર્ક સાધી શકે છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

 

(8:01 pm IST)