Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

બેટી બચાવો -બેટી પઢાવો યોજનાનું 56 ટકા ફંડ પ્રચાર પાછળ વપરાયું :25 ટકા નાણાં જ જિલ્લા સુધી પહોંચ્યા

સરકારે 648 કરોડ ફાળવ્યા :364 કલોર્ડ મીડિયામાં અને 159 કરોડ રાજ્ય-જિલ્લાને મોકલાયા

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીની મહત્વકાંક્ષી યોજના બેટી બચાવો બેટી પઢાવો યોજનાનું 56 ફંડ ફંડ મીડીયાની પબ્લીસીટી પાછળ વપરાયા છે વર્ષ 2014-15ના આંકડા મુજબ બેટી બચાવો..બેટી પઢાવો યોજનાની 25 ટકા રકમ રાજ્ય અને જીલ્લાઓ સુધી પહોંચી છે. સ્કીમ 2015માં લોન્ચ થઇ હતી.

  માહિતી લોકસભામાં કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ રાજ્ય પ્રધાન ડો.વીરેન્દ્રકુમારએ તેમના જવાબ આપી છે.'બેટી બચાવ-બેટી પઢાવ' યોજના પર વર્ષ 2014-15 થી 2018-19 સરકાર અત્યાર સુધી કુલ રૂ. 648 કરોડ ફાળવી ચુકી છે. આમાંથી માત્ર 159 કરોડ રૂપિયા જિલ્લા અને રાજ્યોને મોકલ્યા છે.

  મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે કુલ ફાળવણીના 56 ટકાથી વધુ પૈસા એટલે કે 364.66 કરોડ રૂપિયા 'મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓ' પર ખર્ચ કરવામાં આવ્યા. સ્કીમ માટે ફાળવવામાં આવેલી 25 ટકાથી ઓછું રકમ જિલ્લાઓ અને રાજ્યોને વહેંચવામાં આવી.

  વર્ષ 2018-19 માટે સરકારે 280 કરોડની ફાળવણી કરી હતી, જે પૈકી 155.71 કરોડ રૂપિયા મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓ પર ખર્ચવામાં આવ્યા છે.આમાંથી, રાજ્યો અને જીલ્લાઓને 70.63 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા જ્યારે સરકારે 53.66 કરોડની 19 ટકાથી વધુ રકમ જાહેર કરી નથી.

 બીજીતરફ વર્ષ 2017-18 માં, સરકારે 200 કરોડ ફાળવ્યા હતા, જેમાંથી 68 ટકા ભંડોળ એટલે કે 135.71 કરોડ રૂપિયા મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓ પર ખર્ચવામાં આવ્યા હતા. વર્ષ 2016-17 માં સરકારે મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓ પર 29.79 કરોડ ખર્ચ્યા હતા, જ્યારે માત્ર 2.9 કરોડ રૂપિયા રાજ્ય અને જિલ્લાઓને વિતરિત કરવામાં આવ્યા હતા

(3:39 pm IST)