Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

નેતાજી સુભાષચંદ્ર બોઝનો ખજાનો રાષ્ટ્રપતિ ભવનનાં મ્યુઝિયમમાં સચવાયો છે

જાપાનમાં કિલો મોઢે ઘરેણા અને રોકડ સાથે છ વર્ષ સુધી આ ખજાનો સચવાયો હતોઃ ખજાનાનાં વજનમાં ઘટાડો થવા અંગે રહસ્યમય વાતો

દિલ્હી તા.૨૩: આઝાદ હિંદ ફોૈજનું નિર્માણ ૭૬ વર્ષ પહેલા થયું હતું. પરંતુ આજે પણ તે સવાલ જ રહયો છે કે, આ ફોૈજના ખજાનાનું શું થયું, જો નેતાજી સુભાષચંદ્ર બોઝ વિમાનમાં સાથે લઇને જતા હતા. જાપાનમાં નેતાજી સુભાષ ચંદ્ર  બોઝની આઝાદ હિંદ ફોૈજ યાને ઇન્ડિયન નેશનલ આર્મી(આઇએનએ) પાસે એક મોટો ખજાનો હતો. તે પેસા હતા. લોકોએ તેમને દાન કર્યું હતું. નેતાજી જયારે વિમાનથી જતા હતા ત્યારે સોના-ચાંદીની બે સુટકેશ સાથે લઇ જતા ૧૯૫૫માં તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂએ બનાવેલી શહનવાઝ તપાસ સમિતિએ એક રિપોર્ટમાં નોંધ્યું છે કે સુભાષચંદ્ર બોઝ જયારે જાપાનમાં હતાં ત્યારે દક્ષિણ પૂર્વ એશિયાનાં ભારતીયો પાસે મદદ મંગાઇ હતી જેમાં મબલખ દાન મળ્યું હતું. ઉપરાંત ૨૩ જાન્યુઆરી ૧૯૪૫ નેતાજીનાં જન્મ દિવસે રોકડ તથા ઘરેણાઓથી તોલવામાં  આવેલા અને તે વખતે રંગુનથી ૧૭ બેગ ભરીને નેતાજી આ ખજાનો બેંગકોંક લઇ ગયા હતા.

છેલ્લે નેતાજીનો આ ખજાનો કે જેમાં ૧૧ કિલો ઘરેણાં હતાં તેને રાષ્ટ્રપતિ ભવનનાં રાષ્ટ્રીય મ્યુઝિયમમાં રાખી દેવાયો છે. કહેવાય છેકે કુલ ૨૦ કિલોનો ખજાનો હતો પરંતુ તે ઘટીને ૧૨ કિલો થઇ ગયો... આ ખજાનો કેવી રીતે ઓછો થયો તે હજુ એક રહસ્ય છેે. તેના વિષે અલગ-અલગ વાતો આવી રહી છે.(૧.૧૫)

 

(3:35 pm IST)