Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

મમતા બાદ હવે આંધ્રના સીએમ ચંદ્રબાબુ કરશે 'રાજકીય શો'

અમરાવતીમાં ફેબ્રુઆરીમાં કરાશે વિશાલ રેલીનું આયોજન

નવી દિલ્હી તા. ૨૩ : વિપક્ષી દળોએ કલકતાની યુનાઇટેડ ઇન્ડિયાની રેલીની સફળતા દરમિયાન પીએમ મોદી-બીજેપીની મોર્ચાબંધી માટે લોકસભા ચૂંટણી પહેલા કેટલાક આ પ્રકારના 'રાજકીય શો' કરવાનો નિર્ણય કર્યો છે. આ ક્રમમાં આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીમાં વિપક્ષી દળોની બીજી મોટી એકજુટતા રેલીનું આયોજન ગઈ છે. મમતા બાદ હવે ટીડીપી નેતા આંધ્રના સીએમ ચંદ્ર બાબુ નાયડુ ફેબ્રુઆરી મહિનામાં આ રેલીનું આયોજન કરશે.

યુનાઇટેડ ઇન્ડિયા રેલી બાદ કલકત્તામાં ભેગા થયેલા તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓની અનૌપચારિક બેઠકમાં વિપક્ષની એકતા દેખાડવા માટે વિવિધ સ્થળો પર આ પ્રકારની રેલી કરવાની વાત કહેવામાં આવી છે. ટીડીપી નેતા ચંદ્ર બાબુ નાયડુએ તેના પર સૌથી પહેલા અમરાવતીમાં રેલી કરવાની રજુઆત કરવામાં આવી. જાણવા મળી રહ્યું છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ દેશના પાટનગરમાં વિપક્ષી દળ એક મંચ પર ભેગા થાય અને દિલ્હી ઉપરાંત લખનૌ, પટના તેમજ બેંગ્લુરુ વગેરે સ્થળો પર ચૂંટણીનો રાજકીય પારો ચડવાના હિસાબથી નક્કી કરવામાં આવશે.

વિપક્ષના રણનીતિકારોનું માનવું છે કે કોલકાતા રેલી બાદ વડાપ્રધાન સહિત તેની કેબિનેટના મોટા ચેહરા અને બીજેપી તરફથી ગઠબંધન રાજનીતિ પર કરવામાં આવી રહેલો હુમલો સત્તાધારી પક્ષના વધેલા પડકારને દર્શાવામાં આવી રહ્યો છે. એકજુટતા રેલી બાદ વિપક્ષ પર કરવામાં આવી રહેલા રાજકીય પ્રહારને કોંગ્રેસ પહેલેથી જ બીજેપીની ચૂંટણી ચિંતાની બેચેની ગણાવી ચુકી છે.(૨૧.૧૭)

(3:34 pm IST)