Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

કાશ્મીરમાં બંપર બરફવર્ષાઃ સતત ૪થા દિવસે આજે જમ્મુ - શ્રીનગર હાઈવે બંધ

શ્રીનગર : સતત અઠવાડીયાથી ચાલુ અભૂતપૂર્વ હિમવર્ષાને લીધે આજે ૪થા દિવસે જમ્મુ - કાશ્મીરને જોડતો ૩૦૦ કિ.મી.નો હાઈવે બંધ રાખવો પડ્યો છે : જવહર ટનલની બંને બાજુ સેંકડો ટ્રકોની લાઈનો લાગી છે : જવાહર ટનલ પાસે થઈ રહેલ બરફ વર્ષાનો ત્યાં ફસાઈ ગયેલા ટુરીસ્ટો ભારે લુત્ફ ઉઠાવી રહ્યા છે : અહિં હિમશીલાઓ ગબડવાથી હાઈવે બંધ કરાયો છે : ડિગડોલ - પંથાલ - મગરકોટ અને શૈતાન નાલા (ખૂની નાલા) પાસે હાઈ-વે બ્લોક થઈ ગયા છે : બનીહાલમાં ફરી બરફવર્ષા થઈ છે તો જમ્મુ - શ્રીનગર હાઈવે ઉપર સતત વરસાદ ચાલુ છે

 

(3:32 pm IST)