Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

મહારાષ્ટ્રમાં શિવસેનાને મનાવવા પ્રયાસો : બાલઠાકરેના સ્મારક માટે 100 કરોડ મંજુર

શિવસેનાએ કહ્યું આ નિર્ણંયથી અમે ખુશ પરંતુ ચૂંટણી ગઠબંધનની શકયતા સાથે લેવાદેવા નથી

મુંબઈ :ભાજપ શાસિત મહારાષ્ટ્ર સરકારે શિવસેનાના સ્વર્ગસ્થ સ્થાપક બાલ ઠાકરેના સ્મારક નિર્માણ માટે 100 કરોડના બજેટને મંજૂરી આપી છે રાજ્યના મંત્રીમંડળે સ્મારકના નિર્માણ માટે ભંડોળને મંજૂર કરવાનો નિર્ણય ઠાકરેની જયંતિની પૂર્વસંધ્યાએ લીધો છે

 દરમિયાન શિવસેનાએ ભાજપ સરકારના આ પગલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે રાજ્ય સરકારના નિર્ણયથી ખુશ છીએ પરંતુ સરકારના આ નિર્ણયથી આગામી ચૂંટણી માટે બંને પાર્ટીઓની વચ્ચે ગઠબંધનની શક્યતાને કોઇ લેવા-દેવા નથી.

   બીએમસી સ્મારકના નિર્માણ માટે ભૂમિનો કબજો ટ્રસ્ટને સોંપશે.મંત્રીમંડળની બેઠક બાદ નાણામંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું કે ભાજપ અને તેમના સહયોગી દળ શિવસેનાની વચ્ચે મધુર સંબંધ છે અને રહેશે. કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં બીજેપીની સહયોગી શિવસેના અવારનવાર બંને સરકારોની ટીકા કરતી રહે છે

   ગત વર્ષે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આગામી ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી હતી. રાજકીય તજજ્ઞો ભાજપ સરકારની આ પહેલને શિવસેના સાથેના સંબંધ સુધારવાના પ્રયાસ ગણી રહ્યાં છે

 

(12:01 pm IST)