Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

સોૈથી સ્વચ્છ ટ્રેન મુંબઇ-નવી દિલ્હી રાજધાની એકસપ્રેસ

ભારતીય રેલ્વે દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા સર્વેમાં પશ્ચિમ રેલ્વેની ત્રણ પ્રીમિયમ ટ્રેન ટોપ ટેનમાં આવી

મુંબઇ તા ૨૩ : ભારતમાં સોૈથી સ્વચ્છ ટ્રેન મુંબઇ-નવી દિલ્હી રાજધાની એકસપ્રેસનેજાહેર કરવામાં આવી છે,એટલું જ વહીં, પરંતુ ભારતીયરેલ્વે દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા સર્વેમાં પશ્ચિમ રેલ્વેની ત્રણ પ્રીમિયમ ટ્રેન ટોપ ટેનમાં આવી છે.

ભારતીય રેલ્વે દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા સર્વેમાં પશ્ચિમ રેલ્વેની ત્રણ પ્રીમિયમ ટ્રેનોએ ટોપ ૧૦માં સ્થાન લીધું છે. સંપૂર્ણ ભારતીય રેલ્વે પરચાલનારી કુલ ૨૩ રાજધાની ટ્રેનોમાં મુંબઇ-નવીદિલ્હી રાજધાની એકસપ્રેસને આ રેન્કિંગમાં પ્રથમ સ્થાને રાખવામાંઆવી છે. આ ઉપરાંત આ શ્રેણીમાં અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણજયંતી રાજધાની એકસપ્રેસને ૭ અને ઓગસ્ટ ક્રાન્તિ રાજધાની એકસપ્રેસને દસમાં સ્થાન પર રાખવામાં આવી છે. બિન પ્રીમિયમ કેટેગરીમાં બાંદાર ટર્મિનસ-જયપુર અમરપુર અરવલ્લી એકસપ્રેસ બીજા ક્રમે છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે કહ્યું હતું કે થયા વર્ષે ૧૫ હજાર કરતાં વધુ મુસાફરોનો સર્વે કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી ફીડબેક લેવામાં આવ્યા હતા. શોૈચાલયોની સફાઇ, કોચની સ્વચ્છતા, હાઉસકીપીંગ સ્ટાફની કામગીરી, ચાદરોની સફાઇ, ડસ્ટબિન્સની ઉપલબ્ધતા અન ેસફાઇ જેવા મુખ્ય મુદ્દાઓ પર મુસાફરો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. (૩.૨)

 

(11:31 am IST)