Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ઘોર કળિયુગ ! એક મહિલાએ તેની બહેનપણીના ૧૨ વર્ષના પુત્રનું કર્યું જાતીય શોષણ

બાળકના પિતાએ જણાવ્યું કે, આરોપી મહિલાના ઘરેથી પાછો ફર્યા બાદ તેમનો દિકરો એકદમ ઉદાસ અને શાંત રહેવા લાગ્યો હતો

મુંબઈ તા. ૨૩ : મહારાષ્ટ્ર પોલિસે મુંબઈમાં એક એવી મહિલાની ધરપકડ કરી છે, જેના પર ૧૨ વર્ષના બાળકના જાતીય શોષણનો આરોપ છે. પીડિત તેની મિત્રનો પુત્ર હતો. આટલું જ નહીં આરોપી મહિલાએ એ બાળકનો અશ્લિલ ફોટો પણ ખેંચ્યો હતો અને તેના દ્વારા એ તેને સતત બ્લેકમેલ કરી હતી. ઘટના સામે આવ્યા બાદ પોલિસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. કેસ જયારે કોર્ટમાં પહોંચ્યો તો મહિલાની જામીન અરજીને ફગાવી દેવાઈ.

પીડિત બાળક છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. આરોપી મહિલા તેની મમ્મીની ખાસ બહેનપણી હતી. બાળકના પિતાએ જણાવ્યું કે, 'જ્યારે મારો પુત્રએક દિવસ આ મહિલના ઘરે ગયો હતો ત્યારે તેણે તેની સાથે જબરદસ્તીથી જાતીય સંબંધ બાંધ્યો હતો. તેણે ફોટા પણ પાડ્યા અને ધમકાવ્યો પણ હતો. મહિલાએ મારા પુત્રને ધમકી આપી હતી કે જો તેણે આ વાત કોઈને જણાવી તો તેના ફોટો એ બધાને બતાવી દેશે.'

બાળકના પિતાએ જણાવ્યું કે, આરોપી મહિલના ઘરેથી પાછો ફર્યા બાદ તેમનો દિકરો અકદમ ઉદાસ અને શાંત રહેવા લાગ્યો હતો. તે સતત તણાવમાં દેખાતો હતો. પરિવાર જયારે તેને ડોકટર પાસે લઈ ગયો ત્યારે આ ઘટના અંગે માહિતી મળી હતી. બાળકના પરિવાર માટે આ ઘટના એક આઘાત સમાન હતી.

તેમણે તાત્કાલિક પોલિસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલિસે આરોપી મહિલાની પોસ્કો એકટ હેઠળ ધરપકડ કરી છે. બાળ અધિકાર કાયદા અંતર્ગત બાળકનો અશ્લિલ ફોટો ખેંચવો અપરાધ છે અને આ બાબતને આધાર બનાવીને જ મહિલાની ધરપકડ કરાઈ છે.

કોર્ટે પોલિસને ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા આદેશ આપ્યો છે અને સાથે જ મહિલાની જામીન અરજી પણ ફગાવી દીધી છે. આરોપી મહિલાના વકીલ નિનાદ મજુમદારે જણાવ્યું કે, આ બાળકે અન્ય બે બાળકોની સામે જ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું અને ખોટો આરોપ લગાવ્યો છે. તમામ આરોપો પાયાવિહોણા છે.(૨૧.૪)

(10:29 am IST)