Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

બિહારમાં બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ તેજસ્વી કોંગ્રેસને માત્ર 8 બેઠક આપવા ઉચ્છુક

કુશવાહા પાંચ,શરદ યાદવ અને જીતનરામ માંઝીએ ત્રણ સીટ માંગી

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન ફોર્મુલાને બિહારમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બિહારમાં લોકસભાની 40 બેઠક છે.કોંગ્રેસે અહીં 12 બેઠક માંગી છે. જ્યારે કે આરજેડી કોંગ્રેસને માત્ર આઠ બેઠક જ આપવા ઇચ્છે છે. જેના કારણે બિહારમાં મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી થઇ શકી નથી.

  બિહારમાં લોકસભાની 40 બેઠકોમાંથી આરજેડી 20 બેઠકો પોતાની પાસે રાખવા ઇચ્છે છે. એનડીએ છોડીને મહાગઠબંધનમાં સામેલ થયેલા આરએલએસપીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા પાંચ બેઠક, શરદ યાદવ ત્રણ બેઠક અને હિન્દુસ્તાન આવામ મોર્ચાના જીતનરામ માંઝી પણ ત્રણ બેઠક માંગી રહ્યા છે

(8:31 am IST)