Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

સિંગાપોરના પ્રાઇમ મિનીસ્ટરના નિવાસ સ્થાને બોમ્બ મુકાયોઃ દારૂના નશામાં પબ્લીક બુથ ઉપરથી ફોન કરનાર ભારતીય મૂળના ૬૧ વર્ષીય ગણેશનને ૪ માસની જેલસજા

સિંગાપોરઃ સિંગાપોરના સૌપ્રથમ પ્રાઇમ મિનીસ્ટરના નિવાસ સ્થાને બોમ્બ મુકાયો છે તેવો પબ્લીક બુથ ઉપરથી ખોટો ફોન કરવા બદલ ભારતીય મૂળના ૬૧ વર્ષીય ગણેશન સિંગરાવેલને ૪ માસની જેલસજા ફરમાવાઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.ઙ્ગ

આલ્કોહોલના સેવનની અસર નીચે ગણેશનએ ૧૩ નવેં.૨૦૦૪ના રોજ પબ્લીક બુથ ઉપરથી ફોન કરતા પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરાઇ હતી. તથા તેણે ખોટો ફોન કર્યો હોવાની ખબર પડતા ધરપકડ કરાઇ હતી. પરંતુ બાદમાં જામીન ઉપર છૂટતા તે નાસી ગયો હતો. જે યુ.એસ.માં મુદત પૂરી થઇ ગયા પછી પણ રોકાઇ પડતા પકડાઇ ગયો હતો.

ગણેશનના વકીલે જણાવ્યા મુજબ તેણે નશા હેઠળ આ કૃત્ય કર્યુ હતું. તેની આ આદતના કારણે પત્નીએ પણ છૂટાછેડા લઇ લીધા છે તથા તેના સંતાનોએ પણ તેનો ત્યાગ કરી દીધો છે.

(7:56 pm IST)