Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

જાન્યુઆરીમાં જમ્મુ કાશ્મીર સરહદે પાકિસ્તાનનો 134 વખત શસ્ત્રવિરામ ભંગ :બેફામ ગોળીબાર ;15 વર્ષ બાદ રેકોર્ડબ્રેક ફાયરિંગ :રહેણાંક વિસ્તારો પણ નિશાન બનાવ્યા

શ્રીનગર :જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા 134 વખત શસ્ત્ર વિરામ ભંગ કરાયો છે સરહદે કરવામાં આવેલા બેફામ ગોળીબારે પંદર વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરીને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવાયા છે અને તાજેતરના દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીરના સીમાવર્તી વિસ્તારોમાં જબરો તણાવ ચાલી રહ્યો છે

(12:00 am IST)