Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

દેશમાં ૭૯ ટકા સ્ત્રીઓ, ૭૮ ટકા પુરૂષો ઇચ્છે દીકરી

અમીરો કરતા ગરીબ પરિવારમાં દીકરી વધુ આવકાર્ય

નવી દિલ્હી તા.૨૩ : દેશમાં ૧૫થી ૪૯ વર્ષ વચ્ચેની લગભગ ૭૯ ટકા સ્ત્રીઓ અને ૧૫થી ૫૪ વયજૂથના ૭૮ ટકા પુરુષોને ઓછામાં ઓછી એક દીકરી જોઈએ જ છે. તાજેતરમાં જ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)નો ડેટા રીલીઝ થયો હતો. તેમાં પ્રકાશમાં આવ્યું હતુ કે શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઈબ્સ, મુસ્લિમ્સ અને ગામના લોકો તથા આર્થિક રીતે પછાત લોકો પણ હવે દીકરી ઈચ્છે છે. NFHSનાં ૨૦૦૫-૦૬નાં સર્વે મુજબ ૭૪ ટકા સ્ત્રીઓ અને ૬૫ ટકા પુરુષોએ જણાવ્યું કે તેમને ઓછામાં ઓછી એક દીકરી જોઈએ છીએ. આ ટ્રેન્ડ છતાંય આજે પુત્રમોહ ઘટ્યો નથી.

સર્વે મુજબ ગામડામાં રહેતી ૮૧ ટકા સ્ત્રીઓને દીકરી જોઈએ છે જયારે શહેરમાં આ પ્રમાણ ૭૫ ટકા જેટલું છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ભણેલી સ્ત્રીઓ કરતા અભણ સ્ત્રીઓમાં દીકરી પ્રાપ્ત કરવાની ઈચ્છા વધુ છે. ૧૨ ધોરણ સુધી ભણેલી ૭૨ ટકા સ્ત્રીઓ પુત્રી ઈચ્છે છે જયારે નિરક્ષર સ્ત્રીઓમાં આ પ્રમાણ ૮૧ ટકા જેટલું છે. ગામડાના ૮૦ ટકા પુરુષો અને શહેરના ૭૫ ટકા પુરુષોને દીકરી જોઈએ છે. આમાં પણ અશિક્ષિત પુરુષોમાં ૮૩ ટકા પુરુષો અને ૧૨ ધોરણ સુધી ભણેલા પુરુષોમાં ૭૪ ટકા પુરુષો દીકરી ઈચ્છે છે.

મુસ્લિમોમાં ૮૧ ટકા, બૌદ્ઘ, નિયો-બુદ્ઘિસ્ટમાં ૭૯ ટટકા, હિન્દુમાં ૭૯ ટકા સ્ત્રીઓએ કમસેકમ એક દીકરીની ઈચ્છા વ્યકત કરી હતી. બીા ધર્મોમાં પણ ૭૦ ટકાથી વધુ સ્ત્રીઓ બાળકી ઈચ્છે છે. SC, ST, બેકવર્ડ કલાસમાં આ સંખ્યા ઘણી વિશાળ છે. પુરુષોમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. મુસ્લિમોમાં ૮૧ ટકા પુરુષો, હિન્દુ તથા જૈનમાં આ પ્રમાણ ૭૮ ટકા જેટલુ છે.

આર્થિક દૃષ્ટિએ વાત કરીએ તો ગરીબ પરિવારની ૮૬ ટકા સ્ત્રીઓ અને ૮૫ ટકા પુરુષોને દીકરીની ઈચ્છા છે. જયારે પૈસાદાર પરિવારોની ૭૩ ટકા સ્ત્રી અને ૭૨ ટકા પુરુષો પુત્રી ઈચ્છે છે. ૮૨ ટકા સ્ત્રીઓ અને ૮૩ ટકા પુરુષો ઓછામાં ઓછો એક પુત્ર ઈચ્છે છે. ૧૯ ટકા સ્ત્રી-પુરુષો દીકરી કરતા વધુ દીકરા ઈચ્છે છે જયારે ૩.૫ ટકાને દીકરા કરતા વધારે દીકરી જોઈએ છે. બિહાર અને ઉત્ત્।ર પ્રદેશમાં સૌથી વધારે સ્ત્રીઓ એવી છે જેમને દીકરી કરતા વધુ દીકરા જોઈએ છે.

(4:13 pm IST)