Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ભારત રોકાણકાર માટે હવે પાંચમુ સૌથી આકર્ષણ દેશ

જાપાનને પાછળ છોડી દેવામાં ભારત સફળ : ગ્લોબલ સીઇઓના હાલમાં જ કરાયેલા સર્વેમાં ઘટસ્ફોટ

નવી દિલ્હી,તા. ૨૩ : જાપાનને પાછળ છોડીને ભારત હવે દુનિયામાં પાંચમુ સૌથી આકર્ષક દેશ તરીકે ઉભરી આવ્યુ હોવાનો દાવો નવા સર્વેમાં કરવામાં આવ્યો છે. હાલમાં જ કરવામાં આવેલા ગ્લોબલ સીઇઓના એક સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે વિદેશી રોકાણકારો હવે ભારત પર વધારે વિશ્વાસ કરી રહ્યા છે. ભારત હવે વિદેશી રોકાણકારો માટે પાંચમુ સૌથી આક્રર્ષક દેશ તરીકે ઉભરી ગયુ છે. વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા માટે આશાવાદી બન્યા છે. ભારતમાં બિઝનેસ માટે જે માહોલ સર્જાઇ રહ્યો છે તેનવા કારણે તમામ વિદેશી રોકાણકારો પ્રભાવિત થઇ રહ્યા છે. પ્રાઇસવોટર હાઉસ કુપર્સના નવા સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે વિદેશી રોકાણકારો માટે ભારત દુનિયામાં સૌથી આકર્ષક દેશ તરીકે છે. સર્વેમાં વિદેશી રોકાણ  માટે અમેરિકા દુનિયામાં સૌથી આકર્ષક સ્થળ તરીકે છે. બીજી નંબર પર ચીન આવે છે. આ યાદીમાં ભારત ભારત હવે માત્ર જર્મની અને બ્રિટનથી પાછળ રહ્યુ છે. પીડબલ્યુસી ઇન્ડિયાના ચેરમેન શ્યામલ મુખર્જીએ કહ્યુ છે કે ચોક્કસપણે ભારતે એક પછી એક સિદ્ધી હાંસલ કરી છે. ભારતની સ્થિતી છેલ્લા એક વર્ષની તુલનામાં વધારે સારી થઇ છે. અમારા મોટા ભાગના ગ્રાહકો પોતાના ગ્રોથને લઇને આશાવાદી છે. જો કે નવા ખતરા જેમ કે સાયબર સિક્યોરિટી અને ક્લાઇમેન્ટ ચેંજ જેવા પરિબળો પણ દેખાઇ રહ્યા છે. આને લઇને કેટલીક શંકા દેખાઇ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક ક્ષેત્રમાં એફડીઆઇને મંજુરી મળ્યા બાદ ચિત્ર સુધરી રહ્યુ છે. રોકાણમાં વધારો થઉ રહ્યો છે. આના કારણે નવી આશા જાગી છે.

(12:41 pm IST)