Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

પ્રકૃતિની સૌંદર્ય નગરીએ બરફની ચાદર ઓઢી

જમ્મુ કાશ્મીર અને લદાખમાં 'ચિલ્લઇ કલાં'નો પ્રારંભઃ ૪૦ દિવસ સુધી ઠંડીનો પ્રકોપ જોવા મળશે

કારગીલ માઇનસ ૨૦, લેહ-૧૩, શ્રીનગર -૪, પહલગામ-૪.૬, ગુલમર્ગ-૬.૪ ડીગ્રી : જનજીવન ઠુઠવાયું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને લદાખમાં ભીષણ ઠંડીના ૪૦ દિવસ એટલે કે 'ચિલ્લઇ કલાં'નો આગાઝ થઇ ગયો છે. ભારે બરફવર્ષા ચાલુ છેે. વૃક્ષોની ડાળીઓ ઉપર પણ બરફના થર જામી ગયેલા જોવા મળે છે. શ્રીનગર-જમ્મુ હાઇવે ભુસ્ખલનના લીધે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો.

શ્રીનગરમાં લધુતમ તાપમાન માઇનસ ૪, પહલગામ માઇનસ ૪.૬, ગુલમર્ગ માઇનસ ૬.૪ ડિગ્રી નોંધાયેલ. જયારે લદાખના લેહમાં માઇનસ ૧૩ અને કારગીલમાં માઇનસ ૨૦ ડીગ્રી તાપમાન પહોંચી ગયું છે જયારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં પારો ગગડીને બે ડીગ્રીએ પહોંચી ગયેલ.

જયારે દેશની રાજધાની નવીદિલ્હીમાં ગઇકાલે સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ઠંડીનો પારો ૫.૫ ડીગ્રી રહેલ. જે આ સીઝનમાં અત્યાર સુધીમાં નોર્મલથી ૩ ડિગ્રી ઓછુ છે. જયારે  હિમાચલના શિમલામાં લઘુતમ તાપમાન ૮.૧ ડીગ્રી નોંધાયું હતુ.

પુરૂષોતમભાઇ પીપરીયા ચિલ્લઇ કલાંની મજા માણશે

જીતુભાઇ મહેતાએ પરીવારજનો સાથે કાશ્મીરનો નઝારો માણ્યો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ખૂબ જ જાણીતા ઇન્ટરનેશનલ પ્રવાસી, તસ્વીરકાર અને કાનૂની નિષ્ણાત, આરસીસી બેંકના સીઈઓ, કાયદેસમ્રાટ ગણાતા શ્રી પુરુષોત્ત્।મ પીપરીયા આગામી ૨૬ તારીખે   ચિલ્લઈ કલાં માણવા માટે કાશ્મીર જઈ રહ્યાનું જાણવા મળે છે. આ ઉપરાંત તાજેતરમાં જ ભાજપના અગ્રણી અને સામાજિક ક્ષેત્રે મોટું નામ ધરાવતા રાજકોટના શ્રી જીતુભાઇ મહેતા તેમના પરિવાર સાથે સેલ્ફ ડ્રાઈવ કરી મોટરમાર્ગે કાશ્મીર જઈ ૨ દિવસ પહેલા જ પરત આવ્યા છે. તેમણે અકિલાને કહેલ કે કાશ્મીરનો નઝારો કોઈ પણ ભય વિના અત્યારે માણવા જેવો છે.

શ્રી પુરૂષોતમભાઇ પીપળીયા

મો.૯૪૨૭૨ ૨૦૫૪૪

શ્રી જીતુભાઇ મહેતા

મો.૯૪૨૬૨ ૫૦૭૧૧

(2:49 pm IST)