Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ભાજપનું સંપૂર્ણ માળખુ જૂઠાણા પર આધારિત:રાહુલ ગાંધી

વર્કિંગ કમિટીની બેઠક બાદ રાહુલના ભાજપ પર આકરા પ્રહારો

 

નવી દિલ્હી :રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષનો કાર્યભાર સંભાળ્યા બાદ કોંગ્રેસ પક્ષની વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો સહિત વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ સામેલ  થયા હતા.બેઠક બાદ પત્રકારોને સંબોધતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપનું સંપૂર્ણ માળખુ જૂઠાણા પર આધારિત છે. નોટબંધી અને ગબ્બરસિંહ ટેક્સ પણ જૂઠાણું છે.તેમણે કહ્યું કે કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ત્રણ સવાલ પૂછ્યા હતા પરંતુ વડાપ્રધાને આજદિન સુધી તેમના એક પણ સવાલનો જવાબ આપ્યો નથી.

(10:53 pm IST)