Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

2000ની નોટ બંધ થવાની વાત અફવા :સત્તાવાર જાહેરાત ન થયા ત્યાં સુધી વિશ્વાસ મુકવો જોઈએ નહીં :અરુણ જેટલી

નવી દિલ્હી ;તાજેતરના એસબીઆઇના એક રીસર્ચ રીપોર્ટમાં એવો સંકેત અપાયો હતો કે રિઝર્વ બેન્ક 2,000 રૂપિયાની નોટોને પોતાની પાસે રોકી રહી છે અથવા ઊંચા મૂલ્યની કરન્સી નોટનું પ્રિન્ટિંગ અટકાવી દીધું છે ત્યારે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, જે અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. એવી અનેક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે પરંતુ એવી વાતો પર સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી વિશ્વાસ મુકવો  નહીં

(10:42 pm IST)