Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

બીકાનેર જમીન કાંડ : વાઢેરા વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે

બે નજીકના સાથીની ધરપકડ કરી લેવાઈઃ જયપુર કોર્ટે બંનેને ૩૦ ડિસેમ્બર સુધી કસ્ટડીમાં મોકલ્યા

નવીદિલ્હી, તા.૨૨, પીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરાની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. શુક્રવારના દિવસે ઇડીએ બીકાનેરની જમીન કૌભાંડમાં બે લોકોની ધરપકડ કરી હતી. એમ માનવામાં આવે છે કે, આ બંને વાઢેરાના નજીકના સંબંધી છે. હાલમાં જયપુર કોર્ટે બંનેને ૩૦મી ડિસેમ્બર સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. ઇડીના કહેવા મુજબ જયપ્રકાશ ભાર્ગવ અને અશોક કુમારને આ મામલામાં પકડી પાડવામાં આવ્યા છે. ઇડીના કહેવા મુજબ અશોક કુમાર સ્કાયલાઈફ હોસ્પિટીલીટીના મહેશ નાગરના નજીકના સાથી છે. બંનેને પીએમએલએ હેઠળ પકડી પાડવામાં આવ્યા છે. સ્કાયલાઇટ તરીકે રોબર્ટ વાઢેરા જોડાયેલા રહેલા છે.

ઇડીએ આ મામલામાં એપ્રિલ મહિનામાં કુમાર અને નાગરના ઘરે દરોડા પાડ્યા હતા. કંપની તરફથી બીકાનેરમાં જે જમીન ખરીદનાર ચાર મામલા છે જેમાં નાગર જ સત્તાવાર પ્રતિનિધિ તરીકે છે. એમ માનવામાં આવે છે કે, કુમાર પણ અન્ય લોકોની પાસે પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરીને જમીનની ખરીદી કરી હતી. આ મામલામાં સરકારી અધિકારઓ અને કેટલાક વધુ સંબંધિત લોકોની ૧.૧૮ કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ૨૦૧૫માં એક અપરાધિક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રોબર્ટ વાઢેરાએ સંબંધિત કંપનીને નોટિસ પણ જારી કરવામાં આવી હતી. આ મામલામાં કરાયેલી એફઆઈઆરમાં ઇડીએ રાજસ્થાન સરકારના કેટલાક અધિકારીઓ અને ભૂમાફિયાઓના નામનો ઉલ્લેખ કર્યો હતો. ૨૦૧૫માં જમીન વિભાગે આ ભૂમિને ગેરકાયદેરીતે ફાળવવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. રોબર્ટ વાઢેરાની તકલીફ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. અલબત્ત હાલમાં રોબર્ટ વાઢેરાએ કોઇપણ પ્રકારની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.

(8:50 pm IST)