Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

માત્ર દોઢ વર્ષમાં ગુજરાતમાં રૂપાણીનું ગતિશીલ કાર્ય રહ્યું

પોતાની છાપ પણ સ્વચ્છ રાખવામાં સફળ રહ્યા : અનેક પડકારો છતાં તમામને સફળરીતે પાર પાડી બધાનું ધ્યાન ખેંચ્યું : સંગઠનની જવાબદારી પણ બખૂબી નિભાવી

અમદાવાદ, તા. ૨૨ : ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને જારી રાખવાનો આખરે નિર્ણય કરવામાં આવ્યો હતો. વિજય રૂપાણીને રિપિટ કરવા પાછળ પણ કેટલાક કારણો રહેલા છે. તેમના દોઢ વર્ષના ટૂંકાગાળામાં રૂપાણીએ ગતિશીલ કામગીરી કરીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત પોતાની પ્રતિષ્ઠા બિલકુલ સ્વચ્છ રાખવામાં પણ રૂપાણી સફળ રહ્યા હતા. કટોકટીના સંજોગોમાં પણ રૂપાણીએ પોતાનું સ્થાન સ્પષ્ટ જાળવી રાખ્યું હતું.  સાથે સાથે સંગઠનની કામગીરી પણ ઉલ્લેખનીયરીતે અદા કરી હતી. આ સિવાય રાજકોટની બેઠક પરથી ૫૩૦૦૦થી પણ વધુ મતે જીત મેળવી હતી. વજુભાઈ વાળા અને નરેન્દ્ર મોદી આ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે પરંતુ રૂપાણીએ સૌથી મોટી જીત મેળવી છે. ગુજરાતમાં પુરની સ્થિતિ દરમિયાન પણ બચાવ અને રાહત કામગીરીમાં સતત પોતે સક્રિય રહ્યા હતા. તમામ બાબતોને ધ્યાનમાં લઇને તેમની પસંદગી કરાઈ છે.

(7:18 pm IST)