Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૧૮૪ પોઇન્ટ સુધરીને બંધ

સેંસેક્સ ૩૩૯૪૦ની ઉંચી સપાટીએ બંધ રહ્યો : વિધાનસભાની ચૂંટણીના હાલના પરિણામ -અન્ય વૈશ્વિક પરિબળોની સીધી અસર હેઠળ શેરબજારમાં તેજીનો દોર

મુંબઇ,તા. ૨૨ : શેરબજારમાં આજે આશાસ્પદ સ્થિતિ વચ્ચે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૮૪ પોઇન્ટ સુધરીને ૩૩૯૪૦ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ હવે ૩૪૦૦૦ની દિશામાં આગળ વધી રહ્યો છે. ક્રિસમસ સુધી ૩૪૦૦૦ની સપાટી કુદાવે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ નિફ્ટી ૫૩ પોઇન્ટ ઉછળીને ૧૦૪૯૩ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બંને ઉંચી સપાટીએ બંધ રહેતા કોરાબારીઓ આજે ખુશખુશાલ દેખાયા હતા. ગઇકાલે શેરબજારમાં મંદી રહ્યા બાદ આજે ફરીવાર તેજીનો માહોલ જામ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની બે રાજ્યોમાં જીતથી કારોબારીઓ આશાવાદી દેખાઈ રહ્યા છે. હવે સંપૂર્ણ ધ્યાન બજેટ ઉપર કેન્દ્રિત કરી દેવામાં આવ્યું છે. એસ્ટ્રોન પેપરના આઇપીઓ દ્વારા ૭૦ કરોડ રૂપિયા ઉભા કરી લેવામાં આવ્યા છે. વોલ સ્ટ્રીટ શેરમાં તેજી રહી હતી. શેરબજારમાં પ્રવાહી સ્થિતી હાલમાં રહી શકે છે. આગામી  દિવસોમાં અને સંસદના શિયાળુ સત્રમાં વધુ મજબૂતી સાથે સરકાર પોતાના મુદ્દા રજૂ કરી શકશે.હાલમાં શેરબજારમાં પ્રવાહી સ્થિતી રહેવાની શક્યતા છે. બજેટમાં કેટલાક લોકલક્ષી પગલા લેવામાં આવે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે.  સરકારને આર્થિક સુધારા, નોટબંધી, જીએસટીના મુદ્દે લોકોની નારાજગી હોવા છતાં  ગુજરાત અને હિમાચલપ્રદેશમાં જીત મળી ગઈ છે. જેથી આગામી દિવસોમાં અને સંસદના શિયાળુ સત્રમાં વધુ મજબૂતી સાથે સરકાર પોતાના મુદ્દા રજૂ કરી શકશે.હાલમાં શેરબજારમાં પ્રવાહી સ્થિતી રહેવાની શક્યતા છે. બજેટમાં કેટલાક લોકલક્ષી પગલા લેવામાં આવે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે.  કારોબારના અંતે સેંસેક્સ  ૨૧ પોઇન્ટ ઘટીને ૩૩૭૫૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ચાર પોઇન્ટ ઘટીને

૧૦૪૪૦ની નીચી સપાટી પર રહ્યો હતો.શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી શકે છે. બજારના કારોબાર પર તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. બજેટ પર હવે ખાસ ધ્યાન અપાઇ રહ્યુ છે. બેંચમાર્ક ઇન્ડેક્સ ઉંચી સપાટીએ બંધ રહ્યા હતા. કારોબારના છેલ્લા ચરણમાં નિફ્ટીએ ૧૦૫૦૦ની સપાટી હાંસલ કરી હતી પરંતુ આજે આ આંકડાથી આંશિક નીચે બંધ રહ્યો હતો.

બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઉંચી બંધ સપાટી રહી હતી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક ટકાનો અને નિફ્ટી પીએસયુ બેંકમાં ૧.૫ ટકાનો ઉછાળો સેક્ટરલ ઇન્ડેક્સમાં જોવા મળ્યો હતો. વિદેશી યુરોપિયન બજારમાં મંદી રહી હતી. ત્રીજા ત્રિમાસિક ગાળાના આંકડા જારી કરવામાં આવી ચુક્યા છે. આજે માર્કેટ બ્રીડ્થ મજબૂત રહી હતી. ૧૫૭૦ શેરમાં તેજી અને ૧૧૭૩ શેરમાં મંદી રહી હતી. ૧૭૮ શેરમાં યથાસ્થિતિ રહી હતી.

 

(7:15 pm IST)