Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

હિમાચલમાં CM પદને લઇને વાતાવરણ ગરમાયું, ધુમલ - જયરામના સમર્થકોનું શકિત પ્રદર્શન

સીમલા તા. ૨૨ : હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હશે, તે બાબતે હજી સસ્પેન્સ યથાવત છે. પૂર્ણ બહુમત સાથે જીતીને આવેલી બીજેપી હવે સીએમ પદ માટે ફસાઈ ગઈ છે. પાર્ટીએ નિર્મલા સીતારમણ અને નરેન્દ્ર તોમરને સુપરવાઈઝર બનાવીને મોકલ્યા છે, પરતુ ગુરુવારે બીજેપી સુપરવાઈઝર સાથે થયેલી બેઠક પરિણામવિહીન રહી હતી. પ્રેમકુમાર ધુમલ અને જયરામ ઠાકુરના સમર્થકોએ જોરદાર નારેબાજી અને શકિત પ્રદર્શન કર્યું છે. દિલ્હીથી આવેલા બીજેપી સુપરવાઈઝરો કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમન, નરેન્દ્ર સિંહ તોમર, મુખ્યમંત્રી પદના દાવેદાર અને પાર્ટી પદાધિકારીઓ વચ્ચે ગુરૂવારે મીટિગ થઈ હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી.

આજે શુક્રવારે સવારથી જ પ્રેમકુમાર ધુમલ ને જયરામ ઠાકુરના સપોર્ટર્સે કોર કમિટીના સામે મોરચો માંડ્યો છે. તેમણે નારેબાજી શરૂ કરી હતી. તો બીજી તરફ પીએમ મોદીના સપોર્ટર્સે કોર કમિટીને કહ્યું કે, મુખ્યમંત્રીની પસંદગી ચૂંટાઈને આવેલા ઉમેદવારોમાથી જ થવી જોઈએ. તેમાં માટે કોઈ લોબિંગની જરૂર નથી.

સુપરવાઈઝર્સની મીટિંગમાં પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમલ, સિરાજના ધારાસભ્ય જયરામ ઠાકુર, સિમલા શહેરી વિસ્તારના ધારાસભ્ય સુરેશ ભારદ્વાજ, પાર્ટી અધ્યક્ષ સતપાલ સત્ત્।ી અને નાહનના ધારાસભ્ય ડોકટર રાજીવ બિંદલ સાથે વાતચીત થઈ હતી. પરંતુ જાણવા મળ્યું કે,પાર્ટી સાંસદ અને ધુમલના દીકરા અનુરાગ ઠાકુર મીટિંગમાં નથી પહોંચી શકયા.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી પદ માટે લઈને ત્રણ ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક તરફ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી જગત પ્રકાશ નડ્ડા, બીજી તરફ પૂર્વ મુખ્યમંત્ર પ્રેમકુમાર ધુમલનું ગ્રૂપ અને ત્રીજું જયરામ ઠાકુરુનું ગ્રૂપ.

(3:58 pm IST)