Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

અજીતાભે લખાવી કાર ચોરીની ફરીયાદ પણ કાર મળી પોલીસ સ્ટેશને!!

બીગબી અમીતાભ બચ્ચનનાભાઈ

મુંબઈ : સદીના મહાનાયક અમીતાભ બચ્ચનના ભાઈ અજીતાભ બચ્ચને બુધવારે પોતાની કાર ચોરી થઈ હોવાની ફરીયાદ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બનાવ એવો બન્યો કે પોલીસ પણ ગોટે ચડી હતી. હકીકતમાં અજીતાભે જુહુ તારા રોડ પર આવેલ અજંતા હોટલ સામે કાર પાર્ક કરી  તેઓ હોટલમાં કામ સબબ ગયા હતા. જોકે કાર નો-પાકીગ ઝોનમાં હોવાથી ટ્રાફીક પોલીસ કાર ઉપાડી ગઈ હતી. જયાં તેમણે રૂ.૨૦૦ દંડ તરીકે અને પોલીસને કાર લઈ આવવામાં લાગેલ ખર્ચની રમક ભરી પોતાની સીડાન કાર છોડાવી હતી.

(6:27 pm IST)