Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

દિલ્હીનો ઐયાશ બાબા રોજ નગ્ન યુવતીઓ પાસે માલિશ કરાવતો હતો

સીબીઆઇની ટીમે એક મોટું રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને ૪૧ જેટલી યુવતીઓને મુકત કરાવી હતી : રોજ દસ યુવતીઓ પર બળાત્કાર કરતો'તો

નવી દિલ્હી તા. ૨૨ : દિલ્હીમાં રોહિણીના વિજય વિહાર વિસ્તારમાં સ્પીરિચ્યુઅલ યુનિવર્સિટીના નામે ચલાવવામાં આવી રહેલા આશ્રમમાં કેટલાય કલાકો સુધી હાઇકોર્ટ દ્વારા નિયુકત સીબીઆઇની ટીમે એક મોટું રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને ૪૧ જેટલી યુવતીઓને મુકત કરાવી હતી. જેમાં કેટલીક સગીર યુવતીઓનો પણ સમાવેશ થાય છે. ત્રણ યુવતીઓ તો રિટાયર્ડ ઇન્સ્પેકટરની પુત્રીઓ હતી.

બાબાની આ યુનિવર્સિટીમાં બે આશ્રમ હતા. એક મુખ્ય અને બીજો વીવીઆઇપી આશ્રમ. વીવીઆઇપી આશ્રમને હજુ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હતો. તેને મુખ્ય આશ્રમ સાથે જોડવા એક સુરંગ બનાવવામાં આવી હતી. મુખ્ય આશ્રમથી વીવીઆઇપી આશ્રમમાં યુવતીઓ સહિત સુખ સુવિધાનો સામાન પહોંચાડવામાં આવતો હતો. વીરેન્દ્રદેવ દિક્ષીત વીઆઇપી જેવી જિંદગી જીવતો હતો અને તેના કાફલામાં મર્સીડિસથી લઇને ઔડી સુધીની નવ કારનો કાફલો હતો.

હાઇકોર્ટમાં બાબા વીરેન્દ્રદેવ દિક્ષીત વિરુદ્ઘ અરજી કરનાર સીમા શર્માનો આક્ષેપ છે કે આ બાબા રોજ ડ્રગ્સ લઇને નગ્ન યુવતીઓ પાસે માલિશ કરાવતો હતો અને રોજ દસ યુવતીઓ પર બળાત્કાર કરતો હતો. તેને નગ્ન યુવતીઓ દ્વારા માલિશ કરાવવાનો શોખ હતો. મીડિયા રિપોર્ટમાં પણ એવો પર્દાફાશ થયો છે કે આ હવસખોર બાબાએ ૧૬,૦૦૦ મહિલાઓ સાથે સેકસ સંબંધ બાંધવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું.

બાબા પીડિતાઓને એવું ઠસાવતો હતો કે પોતે કૃષ્ણનો અવતાર છે. હાઇકોર્ટના આદેશ પર આશ્રમની તપાસ કરવા પહોંચેલ મહિલા આયોગ અને પોલીસની ટીમને કેટલાક વીડિયો પણ હાથ લાગ્યા છે. જેમાં બાબાનાં કાળાં કરતૂતોનો પર્દાફાશ થયો છે. આશ્રમમાં તલાશી લેતાં સેકસ વીડિયો, સેકસનાં પુસ્તકો, કામોત્ત્।ેજક દવાઓ સહિત અનેક વાંધાજનક સામગ્રી હાથ લાગી હતી. બાબા ર૮ વર્ષ સુધીની યુવતીઓ સાથે જ રહેતો હતો. વીરેન્દ્રદેવ દિક્ષીતે દરેક યુવતીઓનાં કામકાજ નક્કી કરી રાખ્યાં હતાં. તે સ્વયં ત્રીજા માળે રહેતો હતો. ર૮થી ૪૦ વર્ષ સુધીની યુવતીઓને ચોથા માળે રાખવામાં આવતી હતી. તેમની પાસે કપડાં-વાસણ ધોવાની અને આશ્રમની સફાઇ કરવાની તેમજ રસોઇ બનાવવાની અને અનાજ સાફ કરવાની કામગીરી કરાવાતી હતી.

આશ્રમની આડમાં સેકસ અને ઐયાશીઓ અડ્ડો ચલાવનાર મુુખ્ય બાબા અને સૂત્રધાર વીરેન્દ્ર દેવ દ્વકક્રઙ્ગડઋદ્બ હજુ પોલીસની પકડ બહાર છે. પોલીસે રેસ્કયુ કરવામાં આવેેલી યુવતીઓ-મહિલાઓને બે બસોમાં મોકલી આપી છે. આશ્રમમાં દિલ્હી પોલીસનું રેસ્કયુ ઓપરેશન હજુ જારી છે.

ઢોંગી બાબા વિરુદ્ઘ અરજી કરનાર રાજસ્થાનની મહિલા તેના આશ્રમમાં અનુયાયી બનીને રહી ચૂકી છે. તેણે પોતાની ચારેય દીકરીઓને બાબાની ભકિતમાં તેના જ આશ્રમમાં છોડી હતી. જેમાં એક સગીર દીકરી હતી. તેણે પોતાની માતાને જણાવ્યું હતું કે બાબાએ તેની સાથે રેપ કર્યો છે. મહિલા અને તેના પતિએ બાબા સામે કેસ દાખલ કર્યો હતો. બાબા સામે રેપ સહિત કેટલીયે કલમો હેઠળ ૧૧ કેસ દાખલ થયા છે. પોલીસ તેની તપાસ કરી રહી છે.

(3:56 pm IST)