Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

૯૯ નહિ ૧૦૦ ધારાસભ્યો સાથે સરકાર બનાવશે ભાજપઃ લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહે ભાજપને આપ્યો ટેકો

નવી દિલ્હી : ગુજરાતમાં ભાજપ હવે ૯૯ ધારાસભ્યો સાથે નહિ પણ ૧૦૦ ધારાસભ્યો સાથે સરકાર બનાવશેઃ એક અપક્ષે ટેકો જાહેર કર્યો છેઃ એ છે લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોર જેમણે રાજયપાલને  પત્ર લખી આ માહિતી આપી છે : રતનસિંહે ભાજપને બીનશરતી સમર્થન આપ્યું છે : તેમના સમર્થનથી ભાજપનું સંખ્યાબળ ૧૦૦નું થઇ ગયું છે :  ઠાકોર કોંગ્રેસના બાગી નેતા છે : જયારે મોરવા હડફ પરથી ચૂંટાયેલા ભુપેન્દ્રસિંહ ખાંટ પણ આવો જ નિર્ણય લ્યે તેવી શકયતા છે  જો તેઓ સમર્થન આપશે તો ભાજપનું સંખ્યાબળ ૧૦૧નું થઇ જશે

(3:45 pm IST)