Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

સંસદઃ લોકસભામાં પીએમ વિરૂધ્ધ દેખાવો - નારેબાજી

રાજ્યસભા ૨૬મી સદી સ્થગિતઃ ત્રિપલ તલાક બિલ આગામી સપ્તાહે થશે રજૂ

નવી દિલ્હી તા. ૨૨ : ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોમેન્ટ પર માફી માંગવાનો ઇન્કાર કરવા અંગે લોકસભા અને રાજ્યસભામાં આજે હોબાળો થયો. આ મુદ્દા પર ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા રાજ્યસભામાં સ્થગન પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. બાદમાં રાજ્યસભાની કાર્યવાહી ૨૬ ડિસેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

સરકાર ત્રિપલ તલાકને ગેરજમાનતી ગુનાની કેટેગરીમાં રાખતુ બિલ લોકસભામાં રજુ કરશે. તેના માટે ભાજપે વ્હિપ જાહેર કર્યો. મુસ્લિમ વુમન પ્રોટેકશન ઓફ રાઇટ્સ ઓન મેરેજ બિલમાં ત્રિપલ તલાકને ગેરકાયદેસર ગણાવ્યો છે. તેના હેઠળ આરોપીને ત્રણ વર્ષની જેલ થઇ શકે છે.

સંસદમાં શિયાળુ સત્ર શરૂ થયું ત્યારથી હોબાળો જ જોવા મળી રહ્યો છે. પ્રજાના કામ માટે બેઠેલાં સાંસદો માત્ર પોતાના અંગત આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં જ વ્યસ્ત જોવા મળી રહ્યાં છે. જયારે આજે પણ લોકસભામાં ૨જીના ચુકાદા મામલે હોબાળો થયો હતો. કોંગ્રેસ સભ્યો દ્વારા પીએમ મોદી મનમોહન સિંહની માફી માગે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જયારે રાજયસભામાં સખત હોબાળા પછી તેને ૨૬ ડિસેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

ગુજરાતના પાલનપુરમાં ચૂંટણી સભામાં મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાન રાજયની વિધાનસભાની ચૂંટણીમાં દખલગીરિ કરી રહી છે. આ સભામાં તેમણે દાવો કર્યો હતો કે, અમુક પાકિસ્તાની ઓફિસર અને મનમોહન સિંહે ૬ ડિસેમ્બરે મણિશંકર ઐય્યરના ઘરમાં ડિનર દરમિયાન સિક્રેટ મીટિંગ કરી હતી.(૨૧.૩૨)

(3:45 pm IST)