Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

આયાત ડયુટી વધતા ચણામાં તેજીઃ બે દિવસમાં ૭૦૦નો ઝડપી ઉછાળોઃ ચણાદાળમાં ૫૦૦ વધ્યા

વાવેતરમાં વધારો છતાં ભાવ ઊંચકાયાઃ દોઢ મહિનામાં નવા ચણાની થશે આવક

રાજકોટ તા. ૨૨ : કેન્દ્ર સરકાર દ્વારા ચણા અને મસૂરની આયાત પર ૩૦ ટકા કસ્ટમ ડયુટી  લાદવા નિર્ણય કર્યો છજેના પગલે ચણાના ભાવમાં ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે. આયાત ડ્યુટી વધવાના બે ચાર દિવસ પહેલા અણસાર આવી જતા બજારમાં નવી વેચવાલી અટકી હતી અને નવી લેવાલી નીકળતા ભાવમાં છેલ્લા ત્રણેક દિવસથી ઉછાળો થઇ રહયો હતો તેમ બજારના સૂત્રો જણાવી રહ્યાં છે.

ચાલુ સીઝનમાં ચણાના વાવેતરમાં વધારો થવા છતાં ભાવમાં ઘટાડાને બદલે વધારો થઇ રહયો છે જોકે ચણાના ભાવ ટેકાથી નીચે ચાલી રહ્યાં હતા ત્યારે આ ભાવ વધારો અનુમાનિત હોવાનું પણ કહેવાય છે. ચણાના ભાવમાં છેલ્લા બે દિવસમાં કવીન્ટલે ૭૦૦નો ઝડપી ઉછાળો નોંધાયો હતો. જયારે ચણાની પાછળ ચણાદાળમાં પણ ભાવ વધારો જોવાયો હતો. છેલ્લા બે દિવસમાં ચણાદાળમાં કવીન્ટલે ૫૦૦નો વધારો થયો હતો .

  વેપારીઓના જણાવાયા મુજબ છેલ્લા બે દિવસમાં હાજર બજારમાં ચણાના ભાવમાં ૭૦૦ વધીને ૪૮૦૦ થી ૫૦૦૦ સુધી ભાવ બોલાઈ રહ્યાં છે. જયારે ચણાદાળમાં કવીન્ટલે ૫૦૦ વધીને ૬૦૦૦થી ૬૩૦૦ સુધી ભાવ રહ્યાં છે

આગામી દોઢ બે મહીયાનામાં નવા ચાના બજારમાં આવશે પછી ભાવમાં ઘટાડો જોવાશે તેમ મનાય છે જોકે હાલમાં ડ્યુટી વધતા ભાવમાં ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે.

(3:40 pm IST)