Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

૨જી કૌભાંડમાં જજ ઓપી સૈનીના ચુકાદાના ૧૦ મુદ્દાઓ

ઓપી સૈનીએ કહ્યું કે મને એવું જાહેર કરવામાં લગીરેય ખચકાટ નથી કે ફરીયાદ પક્ષ આ કેસમાં આરોપીઓ સામેના આરોપો પુરાવામાં સદંતર નિષ્ફળ નીવડ્યો છે.

આ કેસનું હાર્દ એ રાજાના કામોમાં રહેલું નથી પરંતુ બીજા લોકોની કામકાજ અને નિષ્ક્રિયતામાં રહેલું છે. આ કેસમાં એ રાજા મુખ્ય આરોપી હતા તેવું સાબિત રેકોર્ડ પર સાબિત કરવામાં કોઈ પુરાવો નથી.

પહેલા આવનારાની પહેલા પસંદગીમાં ઘાલમેલ, છેલ્લી તારીખ નકકી કરવા સંબંધીત આરોપીઓ દ્વારા કથિત રીતે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવું ગુનાહિત રીતે સાબિત કરતો કોઈ પુરાવો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો નથી.

જજ ઓપી સૈનીએ કહ્યું કે જયાં કશું હતું જ નહીં ત્યા મોટું કૌભાંડ જોવામાં આવ્યું. કેટલાક લોકોએ જાણીજોઈને કેટલીક પસદગીના તથ્યોની ગોઠવણી કરીને તથા તથ્યોની તોડીમરોડીને કૌભાંડ રજૂ કર્યું.

નીતિઓ પરની સ્પસ્ટતાનો અભાવ અને ગાઈડલાઈન્સને કારણે ગૂંચવડામાં વધારો કર્યો. ગાઈડલાઈન્સ એવી કે ઘણી બધી સંજ્ઞાનોનો અર્થ સ્પષ્ટ થતો નથી.

શરૂઆતમાં ફરીયાદ પક્ષે અત્યંત ઉત્સાહ અને જોમ જુસ્સા સાથે કેસ શરૂ કર્યો પરંતુ જેમ જેમ આગળ ચાલતો ગયો તેમ ફરિયાદી તેના વલાણમાં વધારે સચેત રહેવા લાગ્યો જેને પરિણામે તે શું સાબિત કરવા માંગતો હતો તે સ્પષ્ટ ન થયું.

અંતમાં તો ફરીયાદીની સ્થિતિ સાવ નબળી પડી અને દિશાવિહિન અને કમજોર પડી.

જો કે અધિકારીઓના વિવિધ ગતિવિધિઓને કારણે કોઈને પણ ડીઓટીની વાતમાં વિશ્વાસ ન પડ્યો અને જયાં કશું હતું  જ નહીં ત્યા એક મોટું કૌભાંડ જોવામાં આવ્યું.

સ્પષ્ટ છે કે ખુદ વડાપ્રધાન કાર્યાલય દ્વારા તેમની માનનીય વડાપ્રધાન સમક્ષ સંપૂર્ણ તથ્યો રજૂ ન કરવામાં આવ્યાં. એ રાજાનો કંઈ દોષ નથી.

હું એવું પણ ઉમેરવા માંગું છું કે છેલ્લા સાત વર્ષથી કામકાજના તમામ દિવસોમાં ઉનાળું વેકેશન સહિત હું સવારના ૧૦ થી સાંજના ૫ સુધી ખુલ્લી કોર્ટમાં કોઈ કાયદેસરના પુરાવાઓ લઈને આવશે તેવી પ્રતિક્ષામાં બેસી રહ્યો હતો

(3:31 pm IST)